<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પણ અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકશે

જો બાઈડને જાહેરાત કરી હતી કે, કાર્ટરના અવસાનને કારણે, 30 જાન્યુઆરી સુધીના 30 દિવસ સુધી અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે

 USAના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના 29 ડિસેમ્બર, 2024 ના રોજ થયેલા અવસાન પછી, અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાસ્ટ પર લહેરાતો રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિપદ પરથી વિદાય લઈ રહેલા જો બાઈડને જાહેરાત કરી હતી કે, કાર્ટરના અવસાનને કારણે, 30 જાન્યુઆરી સુધીના 30 દિવસ સુધી અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. આવતીકાલ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન પણ વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાતો હશે


 

(5:20 PM IST)