News of Sunday, 19th January 2025
મહાકુંભ : બ્રિજની નીચે સેક્ટર 19ના વિસ્તારમાં 3 સિલિન્ડર ફાટ્યા: આગમાં 25 ટેન્ટ બળીને રાખ :અનેક લોકો દાઝ્યા : હોસ્પિટલોમાં એલર્ટ

પ્રયાગરાજ :રવિવારે મહાકુંભ 2025 મેળા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ક્લાસિકલ બ્રિજની નીચે સેક્ટર 19ના વિસ્તારમાં આ આગ લાગી હતી. ઘણા લોકો દાઝી ગયા હોવાના પણ અહેવાલ છે. હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો છે. ફાયરની અનેક ગાડીઓ આવી પહોંચી છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગ્નિશામક દળની ટીમ આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો કરી રહી છે.
બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે આ મામલાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીની સૂચનાથી વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. CMએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ સેક્ટર 16 સ્થિત દિગંબર અની અખાડામાં સાંજે લગભગ 4 વાગ્યે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જોરદાર આગ ફાટી નીકળી હતી. ટેન્ટમાં રાખેલા ત્રણ સિલિન્ડર પણ ફાટ્યા. 20 થી 25 ટેન્ટ ધરાશાયી થયા હતા
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોટી ભીડને કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં સમય લાગ્યો હતો. સમગ્ર મહાકુંભ મેળામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ સેક્ટરની ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.
શાંતનુના રહેવાસી હરિરામ ત્રિપાઠી અને દેવેન્દ્ર ત્રિપાઠી દારાગંજના મેળામાં ફરતા હતા. આ દરમિયાન કેમ્પમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી આ લોકો સ્થળ પર પહોંચ્યા અને કોઈક રીતે સિલિન્ડર કાઢીને બહાર ફેંકવા લાગ્યા. આ દરમિયાન ત્રણ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
