<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો: પ્લેન કરતા પણ સારી સુવિધાઓ જોવા મળશે: જુઓ તસવીરો

વંદે ભારત સ્લીપર ટ્રેન વધુ ઝડપે દોડશે, તેમાં ઘણી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી: સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

 

નવી દિલ્હી : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તેની સફર માટે તૈયાર છે. આ ટ્રેનને ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. કોચ ફેક્ટરીમાંથી વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ તસવીરો સામે આવી છે. જ્યારે આ ટ્રેન વધુ ઝડપી ગતિએ દોડશે, તે વધુ સુવિધાજનક પણ હશે. આ સિવાય આ ટ્રેનમાં સુરક્ષા પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ટ્રેનમાં અન્ય ટ્રેન કરતા વધુ સારી સુરક્ષા વ્યવસ્થા છે

આ ટ્રેન શ્રેષ્ઠ કેટેગરીની ડિઝાઇન ધરાવે છે. તમે તેને અડતા જ દરવાજો ખુલી જશે, જેથી તમને કોઈ પણ બટન દબાવ્યા વગર ટોયલેટમાં પાણી મળી જશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફ્લાઈટ કરતાં પણ વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે.

ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICF ના જનરલ મેનેજર યુ સુબ્બારાવે વંદે ભારત સ્લીપર ટ્રેનની વિશેષતાઓ સમજાવી છે

16 કોચની આ ટ્રેન સંપૂર્ણપણે એસી છે. જેમાં એક સાથે 820 મુસાફરો મુસાફરી કરી શકશે.

 તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. એટલે કે તેની સ્પીડ રાજધાની કરતા ઘણી વધારે હશે. આ ટ્રેન બનાવવાનો ખર્ચ 120 કરોડ રૂપિયા છે.

આ ટ્રેનનું બે મહિના સુધી 90 કિમી પ્રતિ કલાકથી લઈને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવશે. તેની સુરક્ષા સુવિધાઓની પણ તપાસ કરવામાં આવશે.

તેમાં ઈમરજન્સી બ્રેક સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનું નિયંત્રણ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે રાખવામાં આવ્યું છે. આ તમામ બાબતોનું પરીક્ષણ કરવામાં આવશે


ટ્રેનનું ટેસ્ટીંગ વર્ક 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું આ પરીક્ષણ લખનૌ આરડીએસઓ અને પશ્ચિમ રેલવેમાં કરવામાં આવશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ઘણા નવા ફીચર્સ છે, જેમ કે સેન્સર એક્ટિવ ઇન્ટર કનેક્ટિંગ ડોર લગાવવામાં આવ્યા છે. ટચ-ફ્રી બાયો-વેક્યુમ શૌચાલય અને ટોક-બેક યુનિટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

(8:14 PM IST)