<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા મહિલાઓએ શરૂ કર્યુ વિરોધ પ્રદર્શન

ટ્રમ્પના શપથ ગ્રહણનો વિરોધ કરવા માટે હજારો લોકો વોશિંગ્ટનમાં એકઠા થયા

20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત શપથ લેશે. આ પહેલા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ટ્રમ્પનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. શનિવારે ટ્રમ્પના શપથ ગ્રહણનો વિરોધ કરવા માટે હજારો લોકો વોશિંગ્ટનમાં એકઠા થયા હતા. આમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ છે. આમાંની ઘણી મહિલાઓએ 2017માં ટ્રમ્પના પ્રથમ શપથ ગ્રહણ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પહેરવામાં આવતી ગુલાબી ટોપીઓ જેવી જ ગુલાબી ટોપીઓ પહેરી હતી.

(9:20 PM IST)