<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

પાકિસ્તાને સ્વદેશી સેટેલાઈટ લૉન્ચ કરતા યુઝર્સ તેને પાણીની ટાંકી કહીને મજાક ઉડાવી

શાહબાજ શરીફની પોસ્ટ પર પાકિસ્તાનના પહેલા સ્વદેશી ઉપગ્રહને ટ્રોલ કરવામાં આવવા લાગ્યો

પાકિસ્તાનનો પહેલો ઉપગ્રહ ચીનથી લોન્ચ કરવામાં આવ્યો હતો. અને તેનું નામ EO-1 છે. આ સેટેલાઈટ લોન્ચિંગની તસવીર સાથે જાણીતા રાજકારણી અને નેતા શાહબાઝ શરીફે X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે.  ત્યાર પછીથી જ શાહબાજ શરીફની પોસ્ટ પર પાકિસ્તાનના પહેલા સ્વદેશી ઉપગ્રહને ટ્રોલ કરવામાં આવવા લાગ્યો. યુઝર્સ તેને પાણીની ટાંકી કહીને મજાક ઉડાવી રહ્યા છે. આ ઉપરાંત તેના પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

શાહબાઝ શરીફે તેને પાકિસ્તાન માટે ગર્વની વાત ગણાવીને દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ ગણાવી હતી. આ પછી ભારતીય યુઝર્સ સિવાય પાકિસ્તાની અને અન્ય દેશોના યુઝર્સે પણ આ ઉપગ્રહની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું

સોશિયલ મીડિયા એપ X પર @VigilntHindutva નામના હેન્ડલે આ પોસ્ટ પર લખ્યું છે - નમસ્તે @CMShehbaz ભાઈ, મોટર બંધ કરી દો, હવે તે ભરાઈ ગઈ છે. પાણી આખા મહોલ્લા સુધી પહોંચી રહ્યું છે. તો અન્ય એક પાકિસ્તાની યુઝરે @SalmanHayat1990 એ શાહબાઝ શરીફને ભ્રષ્ટ અને પાકિસ્તાન માટે કલંક ગણાવીને ટ્રોલ કર્યા હતા. 

આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું છે, કે નવી પાણીની ટાંકી માટે શુભેચ્છાઓ. કેટલાક લોકો તેને બાળકની દૂધની બોટલ કહીને મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, કે તમે કોની પાણીની ટાંકી ચોરી છે? એક યુઝરે 5000 લિટરની સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું - સેમ ટૂ સેમ. 

(10:17 PM IST)