<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં બમણી ખુશી : પહેલા મહિલા બાદ હવે પુરૂષોની ટીમ પણ વર્લ્ડ ચેમ્પિયન શીપ જીતી

મહિલાઓ બાદ ભારતીય પુરૂષ ટીમે પણ ખિતાબી મુકાબલામાં નેપાળને હરાવી પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

નવી દિલ્હી : ભારતીય મહિલા ટીમ બાદ ભારતીય પુરૂષ ટીમે પણ પ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ફાઇનલમાં પડોશી દેશ નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો છે. ભારતે કપરા મુકાબલામાં નેપાળને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રીજા વળાંક સુધીમાં 26-18ના માર્જિનથી સરસાઈ મેળવી લીધી હતી

  ભારતીય ટીમે ચોથા વળાંકમાં મેચમાં પોતાની પકડ જાળવી રાખી હતી. આ પહેલા ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40ના અંતરથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. મેન્સ ટીમે એક કલાકના ગાળામાં યજમાન ભારતની ખુશી બમણી કરી દીધી હતી.

(10:38 PM IST)