News of Monday, 20th January 2025
૬૫ વર્ષના કાકા ૩ મિનિટમાં ૩.૩૭૫ કિલો દહીં ઝાપટીને વિજેતા
પટનામાં યોજાઈ દહીં ખાઓ પ્રતિયોગિતા

પટણા, તા.૨૦: ૨૦૧૬થી પટનામાં દર વર્ષે દહીં ખાવાની સ્પર્ધા યોજાય છે. દહીં ખાઓ અને ઇનામ મેળવો એવા નારા હેઠળ યોજાતી આ સ્પર્ધામાં જેહાનાબાદના પ્રણય શંકર કાંત નામના ૬૫ વર્ષના ભાઈનો જોટો જડે એમ નથી. ૨૦૧૬થી દર વર્ષે તેઓ જ જીતી રહયા છે. તેઓ દર વર્ષે વધુ ને વધુ દહીં ઝાપટે છે. જોકે આ વખતે તેઓ પોતાનો રેકૉર્ડ તોડી નથી શકયા. અલબત્ત, તેમણે જેટલા કિલો દહીં ઝાપટયું એનાથી તેમણે દહીંસમ્રાટનું બિરુદ તો જાળવી જ રાખ્યું છે. આ વખતે કાકા ત્રણ મિનિટમાં ૩ કિલો ૩૭૫ ગ્રામ દહીં ખાઈ ગયા. અલબત્ત, તેમના નામે ૩ મિનિટમાં ૪ કિલો ૩૪૩ ગ્રામ દહીં ખાવાનો રેકૉર્ડ છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
