<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૩૩

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 વિધિ- ૩૩: ‘‘ વાદળોની પાર નીલાકાશને જોવા માત્રથી શાંતિને, સોૈમ્‍યતાને પ્રાપ્‍ત થાઓ''

આ સુત્રમાં વિચારવાનું નહી, જોવાનું બિનુયાદી છે. આકાશ અસીમ છે એનો અંત નથી. એને ફકત જુઓ ત્‍યાં કોઇ વિષય વસ્‍તુ નથી. આ કારણ છે કે તેને પસંદ કરવામાં આવ્‍યું છે. આકાશ કોઇ વિષય નથી. ભાષાકીય રૂપે તે વિષય છે. પરંતુ અસ્‍તિત્‍વમાં કોઇ વિષય નથી. વિષય એ હોય છે કે જેનો આરંભ અને અંત હોય છે. તમે કોઇ વિષયની ચારે બાજુ ફરી શકો છો. પરંતુ આકાશની પરિક્રમા ના કરી શકો. તમે આકાશમાં પરંતુ  આકાશની ચારે બાજુ ફરી શકતા નથી. તમે આકાશનો વિષય બની શકો છો પરંતુ આકાશ તમારો વિષય બની શકતું નથી. તમે આ આકાશમાં તો ઝાંકી શકો છો પરંતુ આકાશ ઉપર ઝાંકી ના શકો અને આકાશમાં ઝાંકવું અનંત કાળ સુધી ચાલુ રહી શકે છે. એનો કોઇ અંત નથી. જો નીલા આકાશને જુઓ અને જોતા જ રહો તો એનો અંત કે સીમા નથી. એના સંબંધોમાં કોઇ સોચ-વિચાર ના કરો એમ ના કહો કે કેટલું સુંદર છે, ના કહો કે કેટલું મોહક છે. એના રંગોના વખાણ ના કરો. એમ કરવાથી વિચારવાનું શરૂ થઇ જશે અને વિચારવાનું શરૂ કરતા જોવાનું બંધ થઇ જશે. ત્‍યારે તમારી આંખો અનંત આકાશમાં ગતિ નહી કરે. એટલા માટે ફકત જુઓ અનંત આકાશમાં ગતિ કરો. વિચાર મત કરો. શબ્‍દ મત બનાવો શબ્‍દ અવરોધ બની જાય છે. એટલું પણ ના કહો કે આ નીલાકાશ છે. એને શબ્‍દ જ ના આપો. એને નીલાકાશનું ફકત દર્શન રહેવા દો, નિર્દોષ  દર્શન.

 એને જુઓ, એમાં પ્રવેશ કરો, એમાં ગહેરા ડુબો, પરંતુ જોવું નિર્વિચાર જેવું હોય ત્‍યારે તમે પોતાના અંતસમાં એ જ આકાશને  અનુભવ કરશો. એ જ આયામને અનુભવ કરશો ત્‍યારે એ જ વિરાટ એ જ નીલિમા એ જ શૂન્‍ય તમારા ભીંતર હશે. (પ-૪)

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:31 AM IST)