<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

૧૩પ વર્ષમાં અંગ્રેજોએ ભારતને ગજબનું લુંટયુ

મુઠ્ઠીભર અંગ્રેજો એટલી સંપત્તિ ઉસેડી ગયા કે પૈસાથી ૪ વખત આખું લંડન ઢંકાઈ જાય : ૧૭૬પ થી ૧૯૦૦ દરમ્‍યાન ભારતમાંથી ૬૪૮૨૦ અબજ ડોલર ‘લુંટી' ગયાઃ લુંટેલા ઘનના ૧૦%ᅠરકમ બ્રિટનના સૌથી ૧૦ શ્રીમંતોમાં વહેંચ્‍યાઃ ઓકસફેમનો રિપોર્ટ

દાવોસ, તા.૨૦: ભારતની ગુલામી અને તે સમયગાળા દરમિયાન થયેલા અત્‍યાચારો અને  સોને કી ચીડિયા કહેવાતા ભારત પર લૂંટારાઓએ ગરીબીના ઊંડા ઘા કેવી રીતે લગાવ્‍યા તેની વાર્તાઓ ઘણી પેઢીઓએ સાંભળી છે. એવું કહેવાય છે કે સમય લાગી શકે છે પણ સત્‍ય વહેલા કે મોડા ચોક્કસપણે બહાર આવે જ  છે. આ કિસ્‍સામાં પણ એવું જ બન્‍યું. ઓક્‍સફેમ ઇન્‍ટરનેશનલના રિપોર્ટમાં અંગ્રેજોએ ભારતમાંથી અબજો રૂપિયાની સંપત્તિ કેવી રીતે લૂંટી લીધી તે અંગેનું સંપૂર્ણ સત્‍ય બહાર આવ્‍યું છે.

અંગ્રેજોએ ભારત પર ૨૦૦ વર્ષ શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન, તેઓએ ભારતીય સંસાધનો અને ભારતીય નાગરિકોનું શોષણ કર્યું. લોકો ઘણીવાર કહે છે કે અંગ્રેજોએ ભારતને ઘણું લૂંટયું, પણ શું તમે જાણો છો કે અંગ્રેજોએ ભારતમાંથી કેટલા પૈસા લૂંટયા? એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. બ્રિટને ૧૭૬૫ થી ૧૯૦૦ વચ્‍ચેના એક સદીથી વધુના વસાહતી સમયગાળા દરમિયાન ભારતમાંથી કુલ ૬૪.૮૨ ટ્રિલિયન ડોલરની સંપત્તિ કાઢી હતી, જેમાંથી ૩૩.૮ ટ્રિલિયન ડોલર દેશના સૌથી ધનિક ૧૦ ટકા લોકોના ખાતામાં ગયા હતા.

આ આંકડો ફક્‍ત ૧૩૫ વર્ષમાં ઉપાડેલા પૈસાનો છે. આ માહિતી અધિકાર જૂથ ‘ઓક્‍સફેમ ઇન્‍ટરનેશનલ'ના તાજેતરના વૈશ્વિક અસમાનતા અહેવાલમાં આપવામાં આવી છે. ટેકર્સ, નોટ મેકર્સ નામનો આ અહેવાલ સોમવારે અહીં વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકના કલાકો પહેલા -કાશિત કરવામાં આવ્‍યો હતો. તેમાં અનેક અભ્‍યાસો અને સંશોધન પત્રોનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્‍યો છે કે આધુનિક બહુરાષ્‍ટ્રીય કોર્પોરેશનો સંસ્‍થાનવાદનું પરિણામ છે.

ઓક્‍સફેમે કહ્યું, ઐતિહાસિક વસાહતી યુગ દરમિયાન પ્રવર્તતી અસમાનતા અને લૂંટફાટની વિકળતિઓ આધુનિક જીવનને આકાર આપી રહી છે. આનાથી એક અત્‍યંત અસમાન દુનિયાનું નિર્માણ થયું છે, એક એવી દુનિયા જે જાતિવાદ પર આધારિત વિભાજનથી પીડાય છે, એક એવી દુનિયા જે ગ્‍લોબલ સાઉથમાંથી વ્‍યવસ્‍થિત રીતે સંપત્તિ ખેંચી રહી છે, જેનો ફાયદો મુખ્‍યત્‍વે ગ્‍લોબલ નોર્થને મળી રહ્યો છે. સૌથી ધનિક લોકો તેનો લાભ મેળવે છે.

વિવિધ અભ્‍યાસો અને સંશોધન પત્રોના આધારે, ઓક્‍સફેમે ગણતરી કરી હતી કે ૧૭૬૫ અને ૧૯૦૦ ની વચ્‍ચે, બ્રિટનના સૌથી ધનિક ૧૦ ટકા લોકોએ ફક્‍ત ભારતમાંથી જ ૩૩,૮૦૦ અબજ યુએસ ડોલરની સંપત્તિ પાછી ખેંચી લીધી હતી જે આજના સમકક્ષ છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે, જો લંડનનો સપાટી વિસ્‍તાર ૫૦ બ્રિટિશ પાઉન્‍ડની નોટોથી ઢંકાયેલો હોય, તો આ રકમ તે નોટો કરતાં ચાર ગણી વધુ કિંમતની છે.

ઓક્‍સફેમે ૧૭૬૫ થી ૧૯૦૦ વચ્‍ચેના ૧૦૦ વર્ષથી વધુના વસાહતી સમયગાળા દરમિયાન બ્રિટન દ્વારા ભારતમાંથી કાઢવામાં આવેલી સંપત્તિ વિશે જણાવ્‍યું હતું કે, સૌથી ધનિક લોકો ઉપરાંત, સંસ્‍થાનવાદનો મુખ્‍ય લાભાર્થી નવા ઉભરતા મધ્‍યમ વર્ગ હતો.

સંસ્‍થાનવાદની સતત અસરોને ઝેરી વળક્ષનું ફળ ગણાવતા, ઓક્‍સફેમે જણાવ્‍યું હતું કે ભારતની માત્ર ૦.૧૪ ટકા માતળભાષા શિક્ષણના માધ્‍યમ તરીકે ઉપયોગમાં લેવાય છે અને ૦.૩૫ ટકા ભાષાઓ શાળાઓમાં શીખવવામાં આવે છે.

ઓક્‍સફેમે જણાવ્‍યું હતું કે ઐતિહાસિક વસાહતી સમયગાળા દરમિયાન, જાતિ, ધર્મ, લિંગ, જાતિયતા, ભાષા અને ભૂગોળ સહિત અનેક વિભાગોનો વિસ્‍તાર અને શોષણ કરવામાં આવ્‍યું હતું. તેઓ સંકલિત અને જટિલ હતા.

(2:55 PM IST)