News of Monday, 20th January 2025
માનહાની કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત
ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સુપ્રિમ કોર્ટનો વચગાળાનો સ્ટે : ગૃહમંત્રી શાહ વિરૂધ્ધ ટિપ્પણીનો છે કેસઃ મામલો ૨૦૧૮ની સાલનો

નવી દિલ્હી, તા.૨૦: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂકયો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી પણ કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી પર જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇલાઇટ કર્યું હતું કે ફરિયાદ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનિના ગુનાના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી. સિંઘવીએ પૂછયું, જો તમે પીડિત વ્યક્તિ નથી, તો તમે ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો?
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુ-ીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદી ભાજપ કાર્યકર નવીન ઝાને નોટિસ મોકલી છે. અરજીમાં ઝારખંડ હાઈકોર્ટના ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે માનહાનિના કેસને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વાસ્તવમાં બીજેપી કાર્યકર નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ રાંચીમાં ન્યાયિક કમિશનરે ફરિયાદ અરજીને ફગાવી દેતા આદેશને ઉલટાવી દીધો અને તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાછો મોકલી દીધો. જ્યુડિશિયલ કમિશનરે મેજિસ્ટ્રેટને રેકોર્ડ પરના પુરાવાઓની પુનઃ સમીક્ષા કરવા અને કેસને આગળ વધારવા માટે -થમદર્શી સામગ્રીના નિર્ધારણ અંગે નવો આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ત્યારબાદ મેજિસ્ટ્રેટે ૨૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ નવો આદેશ પસાર કર્યો અને તારણ કાઢયું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૫૦૦ હેઠળ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે. પરિણામે, મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનરના ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના આદેશને પડકારતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો.(
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
