News of Monday, 20th January 2025
કેડીએમનો કુંભ ડિજિટલ મેલા સંસ્કળતિ સાથે ટેકનોલોજીનો સમન્વય કરશે

રાજકોટ તા.૨૦: ભારતમાં જીવનશૈલી અને મોબાઇલ ઉપકરણનાં ક્ષેત્રમાં ટોચની બ્રાન્ડ કેડીએમએ મહાકુંભ ૨૦૨૫ને સફળ બનાવવા પોતાનું પ્રદાન કરવા કુંભમેળામાં કુંભ ડિજિટલ મેલા સુવિધા પ્રસ્તુત કરી છે.
આ માટે કંપનીએ મહાકુંભમાં આકર્ષક અને ઉપયોગી ચાર્જર પોઇન્ટ્સ ઊભા કર્યા છે. કુંભ ડિજિટલ મેલા (KDM) એ બ્રાન્ડ કેડીએમની સુવિધાનું સંક્ષિપ્ત નામ છે.કેડીએમ ચાર્જર કાઇનેટિક ડાયનેમિક મોબાઇલ ર્ચાજિંગ ટેસ્ટિંગ ટેકનોલોજી (KDM-T ટેકનોલોજી)ની ખાસિયત ધરાવેછે, જે ૧૦૦ ટકા સ્વદેશી ડિઝાઇન ધરાવે છે અને ભારતમાં બનેલી છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ૧૩થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી મહાકુંભનું આયોજન થશે. આ માટે મહાકુંભ નગરની રચના કરવામાં આવી છે. આ નગરમાં ૯૦થી વધારે ટેન્ટમાં કેડીએમ દ્વારા મોબાઇલ ર્ચાજિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. દિવસમાં બે વાર એકસાથે ૨૦૦ લોકો પોતાના મોબાઇલને ચાર્જ કરવાની ક્ષમતા સાથે આ ૯૦ ટેન્ટમાં ૪૫ દિવસ દરમિયાન ૧૬,૨૦,૦૦૦ લોકોના મોબાઇલ ચાર્જ થશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
