<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

પપ્‍પાએ કહયું જાત મહેનતે કમાઈને બતાવ...તો દીકરો યુટયુબ વીડિયો જોઈ બેંક લૂંટવા પહોંચ્‍યો

છેલ્લા એક વર્ષથી યુટયુબ પર બેંક લૂંટના વીડિયો જોઈ રહયો હતોઃ વીડિયો જોઈને બેક લૂંટવાની યોજના બનાવી

લખનૌ, તા.૨૦: દરેક પિતાની ઈચ્‍છા હોય છે કે, પોતાનો દીકરો યુવાન થયા પછી બે પૈસા કમાતો થાય અને પોતાનું નામ કમાઈ. ત્‍યારે હવે ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. પિતાએ પોતાના યુવાન દીકરાને પૈસા કમાવા અને નામ કમાવા માટે કહયું તો દીકરાએ શોર્ટકટ રસ્‍તો અપનાવ્‍યો અન તેના માટે યોજના પણ બનાવી દીધી. આ દીકરાએ પૈસા કમાવવા માટે બેંક લૂંટવાની યોજના બનાવી. તેના માટે તેણે યુટયુબ પર વીડિયો જોવાનું શરૂ કર્યું. ગુનેગારોએ એકલા હાથે બેક્રો લૂંટી હતી તેવા વીડિયો પર ખાસ ધ્‍યાન આપવામાં આવ્‍યું હતું.  ત્‍યારબાદ તે સંપૂર્ણ યોજના બનાવીને બેંક લૂંટવા ગયો. પરંતુ તે પહેલાં જ તે બેંક કર્મચારીઓ દ્વારા પકડાઈ ગયો. આ યુવક બીએસસીનો વિદ્યાર્થી છે.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે, આ યુવક સાયકલ પર પિસ્‍તોલ, છરી અને સર્જિકલ બ્‍લેડ લઈને બેંક લૂંટવા ગયો હતો. નવાઈની વાત એ છે કે આરોપીને પકડાઈ જવાનો બિલકુલ અફસોસ નથી. કાનપુરમાં શનિવારે સવારે લગભગ ૧૦:૦૦ વાગ્‍યે એક યુવાન સાયકલ પર ઘાટમપુર સ્‍થિત સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા, પતારા શાખાની બહાર પહોંચ્‍યો હતો. ત્‍યારબાદ તે પિસ્‍તોલ, છરી અને સર્જિકલ બ્‍લેડ લઈને બેક્રમાં ઘૂસ્‍યો. જ્‍યારે ગાર્ડે તેને રોકયો ત્‍યારે તેણે ગાર્ડ પર છરી વડે હુમલો કરી દીધો. ત્‍યારબાદ બેંક મેનેજર, કેશિયર અને અન્‍ય બેક્ર કર્મચારીઓએ ખૂબ જ મુશ્‍કેલીથી યુવાનને કાબૂમાં લીધો અને તેને દોરડાથી બાંધી દીધો. આ દરમિયાન બેક્ર મેનેજર સહિત ત્રણ બેક્ર કર્મચારીઓ ઘાયલ થયા હતા. આરોપી યુવક પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો.

આરોપી ભાનમાં આવ્‍યો ત્‍યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરી અને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્‍યારે તેનું ચોંકાવનારું કારનામું સામે આવ્‍યું. લવિશ મિશ્રા નામનો આ યુવાન બીએસસીના ત્રીજા વર્ષમાં છે અને તે આઈટીઆઈ પણ કરી રહયો છે. તે ઝડપથી ખૂબ પૈસા કમાવા માંગતો હતો, તેથી તેણે બેક્ર લૂંટવાની યોજના બનાવી. 

આરોપીનો મોટો ભાઈ અભય મિશ્રા દિલ્‍હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને તેના પિતા અવધેશ મિશ્રા ખેડૂત છે. પરિવાર પૈસાની દ્રષ્ટિએ બહુ ધનવાન નથી, તેથી જ્‍યારે તે પૈસા માગતો ત્‍યારે ઘણી વાર તેના પિતા તેને કહેતા કે પોતે કોઈ કામ શરૂ કરી દે અને જાત મહેનતે પૈસા કમાઈ બતાવ. તેથી પૈસા કમાવવા માટે યુવકે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને યુટયુબ પર બેંક લૂંટના વીડિયો જોવાનું શરૂ કર્યું. તે છેલ્લા એક વર્ષથી યુટયુબ પર બેંક લૂંટના વીડિયો જોઈ રહ્‍યો હતો. ખાસ વાત એ છે કે તેણે મોટાભાગે એવા વીડિયો જોયા હતા જેમાં કોઈએ એકલા હાથે બેંક લૂંટી હતી.

આ તમામ વીડિયો જોયા અને પછી તેણે પતારાની સ્‍ટેટ બેંક લૂંટવાની યોજના બનાવી. એકલા હાથે બેંક લૂંટવા માટે યુવકે પોતાના હાથની હથેળી નીચે સર્જિકલ બ્‍લેડ અને પગમાં કોથળો સીવવાની સોય બાંધી. પછી હાથમાં ખુલ્લી પિસ્‍તોલ અને છરી લઈને તે સીધો બેક્રમાં ઘૂસી ગયો. આરોપીઓએ બેક્ર ગાર્ડ પર સીધો છરી વડે હુમલો કરી દીધો. હકીકતમાં તેની યોજના એવી હતી કે, જો હું પહેલા ગાર્ડ પર હુમલો કરીશ તો આખી બેક્ર ગભરાઈ જશે. આરોપીએ પોતાની પીઠ પર એક થેલી લટકાવી હતી જેમાં તે પૈસા લઈ જવા માગતો હતો. જોકે, તે પહેલાં ગાર્ડે બહાદુરી બતાવી અને આગળ વધીને બેક્ર કર્મચારીઓની મદદથી તેને કાબુમાં લઈ લીધો.

એસીપી રણજીત કુમારે જણાવ્‍યું કે, આરોપી યુવક એક દિવસ પહેલા શુક્રવારે પણ બેંકમાં આવ્‍યો હતો, પરંતુ તે દિવસે ભારે ભીડ હોવાથી તે જતો રહ્‍યો હતો. પોલીસ પૂછપરછ દરમિયા, તેણે એક કે બે વાર રેકી કર્યાની પણ કબૂલાત કરી છે. બીજી તરફ તેણે દાવો કર્યો કે, કેટલાક લોકોએ મને રસ્‍તામાં રોકયો હતો અને મને ધમકી આપીને બેક્ર લૂંટવા માટે તૈયાર કર્યો હતો, જોકે, તે બેક્ર લૂંટવા માટે એકલો ગયો હતો.

પોલીસે આરોપીને પૂછયું કે, શું તારી કોઈ ગર્લફ્રેન્‍ડ છે? તો તેણે ના પાડી. એસીપીએ કહ્‍યું કે, દરેક માતા-પિતા પોતાના બાળકોને પૈસા કમાવવાનું કહે છે. તેના પિતાએ પણ એવું જ કહયું હતું. પણ આ માટે તે આખી બેક્ર લૂંટવા ગયો. હવે પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

આ પહેલા પિતા અવધેશ મિશ્રા પણ પોતાના પરિવાર સાથે પોતાના પુત્રને મળવા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. યુવકે તેમને પણ એ જ સ્‍ટોરી કહી કે, રસ્‍તામાં કેટલાક લોકોએ મને રોકયો અને બળજબરીથી બેંક લૂંટવા માટે મોકલ્‍યો અને ધમકી આપી કે જો હું લૂંટ કરવા ન જાઉં તો તેઓ મને મારી નાખશે. જોકે, પરિવારના સભ્‍યો પણ સમજી ગયા કે તે જૂઠું બોલી રહયો છે.

પોલીસને યુવકના મોબાઈલ ફોનમાંથી બેક્ર લૂંટની ઘટના સાથે સંબંધિત ૫૦ જેટલા વીડિયો મળી આવ્‍યા છે. તે દર્શાવે છે કે તે કેટલા સમયથી બેક્ર લૂંટવાની યોજના બનાવી રહયો હતો અને તેણે દરેક વીડિયો ખૂબ કાળજીપૂર્વક જોયા હતા. આરોપી લેવિશની ધરપકડ પછી સૌથી મહત્‍વની વાત એ હતી કે, તેના ચહેરા પર પકડાઈ જવાનો કોઈ પસ્‍તાવો ન હતો.

(5:03 PM IST)