News of Monday, 20th January 2025
પ્રેમિકાએ ભાવના આપ્યો, તો ઘરમાં ઘૂસીને કરી હત્યા
પહેલા ગળુ દબાવીને મારી નાખી, પછી લાશને દુપટ્ટાથી લટકાવવાનો કર્યો પ્રયાસ

નવી દિલ્હીઃ ઉત્તર પヘમિ દિલ્હીમાં ભારતનગર સ્થિત ઓમ વિહારમાં એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ગળુ દબાવીને હત્યા કરી નાખી. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી યુવતી પોતાના પ્રેમીને અવગણી રહી હતી. આ બેરૂખીથી હતાશ થઇને આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
મૃતકની ઓળખ સાનિયા (૨૩) તરીકે થઇ હત્યા પછી આરોપીએ ઘટનાને આત્મ હત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકના ગળામાં દુપટ્ટો બાંધીને તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ ના થયો પરિવારજનોએ પોલિસને આત્મહત્યાની જ સૂચના આપી હતી.પણ પોલીસ તપાસમાં ઘટનાઓ પર્દાફાશ થઇ ગયો પોલીસે આરોપી અમીર શાકિ (૨૬) ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ હત્યા કર્યાનો સ્વીકાર કરી લીધો હતો. આરોપીએ જણાવ્યું કે હત્યા કર્યા પછી તે બાથરૂમની બારી દ્વારા છતપર પહોંચ્યો અને ત્યાંથી કુદીને ફરાર થઇ ગયો હતો.
તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યુ કે સાનિયાને પાડોશમાં રહેતા શાકિર સાથે મિત્રતા હતી. છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહયો હતો. એક પડોશીએ જણાવ્યું કે તેણે શાકિરને સાનિયાના ઘરની છત પરથી ભાગતા જોયો હતો. પોલીસ શાકિરના ઘરે પહોંચીતો તે ફરાર હતો એટલે શંકા વિશ્વાસમાં બદલાઇ હતી.બંને વચ્ચે પાંચ વર્ષથી મિત્રતા હતી પણ સાનિયા ત્રણ મહિનાથી શાકિરને અવગણી રહી હતી. સાનિયા બાળકોને ટયુશન કરાવવાનું કામ કરતી હતી જયારે આરોપી ડીલીવરી બોયનું કામ કરતો હતો. સાનિયા શાકિરની અવગણના કરવા લાગી તો તે તેનાથી સહન ના થયુ અને તેણે તેણીની હત્યા કરી નાખી.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
