News of Monday, 20th January 2025
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વોશિંગ્ટનમાં ડીસીમાં બરફનું તોફાન : ઈમરજન્સી જાહેર કરી
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ઘરની અંદર રહેવા માટે સલાહ : ઉત્તરીય મેદાનો અને મધ્ય-પશ્ચિમ અમેરિકામાં 15 થી 25 સેમી હિમવર્ષા થવાની ધારણા :ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી શકે

અમેરિકામાં થોડા સમયમાં ટ્રમ્પની શપથવિધિ કાર્યક્રમ શરુ થઈ રહ્યો છે પરંતુ શપથવિધિ પહેલા રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુદરતી કેર જોવા મળ્યો છે. હાડ ગાળી દેતી ઠંડી પડી રહી છે અને બરફનું તોફાન પણ આવ્યું છે. બરફના તોફાનને પગલે વોશિંગ્ટન ડીસીમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે પણ લોકોને રસ્તા પર ન આવવાની અને ઘરમા રહીને જશ્ન મનાવાની અપીલ કરી હતી
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને વોશિંગ્ટન પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહ માટે શહેરમાં લગભગ 25 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા માટે હેલિકોપ્ટરથી લઈને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં બાદ ટ્રમ્પ બે મોટા કામ કરવાના છે જેમાં પહેલું કામ 100 ફાઈલો પર હસ્તાંક્ષર અને બીજું કામ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરવાનું. આ એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ઈમિગ્રેશન પોલિસી, બોર્ડર સિક્યુરિટી, એનર્જી અને ગવર્નન્સ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ઓર્ડર સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીએ આ દાવો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એક્ઝિક્યુટિવ ઓર્ડર રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ છે, જેની તાકાત કાયદાની બરાબર છે. એટલું જ નહીં વહીવટી આદેશને લાગુ કરવા માટે સંસદની મંજૂરીની પણ જરૂર નથી. જો કે, આ આદેશોને કોર્ટમાં પડકારી શકાય છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
