<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ફોરેનરે કમાણી માટે અપનાવ્યો નવો કીમિયો:એક વિદેશી મહિલા તેની સાથે સેલ્ફી લેવા માટે 100 રૂપિયા વસુલે છે

ફોટાઓની વધુ માંગને કારણે એક વિદેશી મહિલા પ્રવાસી એવી પદ્ધતિ લઈને આવી કે તે પછી તેણે કમાણી પણ શરૂ કરી.

મુંબઈ :લોકો મોટાભાગે વિદેશી પ્રવાસીઓ સાથે ફોટો ક્લિક કરાવવા માટે ઉત્સુક હોય છે. પરંતુ કેટલીકવાર ફોટાઓની વધુ માંગને કારણે પ્રવાસીઓ પરેશાન જણાય છે. તાજેતરમાં ફોટાઓની વધુ માંગને કારણે એક વિદેશી મહિલા પ્રવાસી એવી પદ્ધતિ લઈને આવી કે તે પછી તેણે કમાણી પણ શરૂ કરી

 

આ વિદેશી મહિલાએ પોતાનો ફોટો ક્લિક કરાવવા માટે 100 રૂપિયા લેવાનું શરૂ કર્યું. સેલ્ફી લેવા માટે મહિલાએ પહેલા એક બોર્ડ બનાવ્યું, આ બોર્ડ જોયા બાદ લોકો તેની સાથે ફોટો ક્લિક કરવા આવવા લાગ્યા. હવે મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સેલ્ફીની ભારે ડિમાન્ડને જોતા મહિલાએ એક બોર્ડ બનાવ્યું જેના પર '1 સેલ્ફી 100 રૂ.' લખ્યું. આ પછી લોકો જાતે જ તેમની પાસે આવવા લાગ્યા અને 100 રૂપિયા આપીને તેમના ફોટા ક્લિક કરાવવા લાગ્યા. હવે મહિલાના આ નવા 'બિઝનેસ'નો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ માત્ર કોમેન્ટ જ નથી કરી રહ્યા પરંતુ તેને મોટી સંખ્યામાં શેર પણ કરી રહ્યા છે.

 

જો કે આ વીડિયો ભારતમાં ક્યાંનો છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. વાયરલ થઈ રહેલા વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે તેની સાથે 18 ટકા ટેક્સ પણ લગાવવો જોઈએ. એક યુઝરે લખ્યું છે કે 100 પહેલા એક વધુ શૂન્ય ઉમેરવું જોઈએ. આ ઉપરાંત લોકો આ બિઝનેસ પ્લાનના વખાણ પણ કરી રહ્યા છે.

(7:06 PM IST)