News of Monday, 20th January 2025
ઇન્સ્ટાગ્રામ રીલ્સનો સમય વધારાયો :હવે 90 સેકન્ડને બદલે 3 મિનિટ લાંબો વીડિયો અપલોડ કરી શકાશે
ઇન્સ્ટાગ્રામ રીલ્સની સમય મર્યાદા 3 મિનિટ સુધી વધારવામાં આવ્યા બાદ પ્લેટફોર્મ પર વીડિયો બનાવવા અને શેર કરવાને લગતો અનુભવ વધુ આકર્ષક બની જશે.

મુંબઈ : મેટાની માલિકી ધરાવતા ઈન્સ્ટાગ્રામ યુઝર્સના અનુભવને વધુ સમૃદ્ધ કરવા માટે પોતાના પ્લેટફોર્મ પર નવા નવા ફિચર્સ ઉમેરી રહી છે.
કંપનીએ હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સની સમય મર્યાદાને વધારવાનો નિર્ણય કર્યો છે, જેથી યુઝર્સ પ્લેટફોર્મ પર 3 મિનિટ સુધી રીલ્સ અપલોડ કરી શકશે. અગાઉ આ સમય મર્યાદા 90 સેન્કડ હતી, જે હવે લગભગ બે ગણી વધારવામાં આવી રહેલ છે.
આ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સની સમય મર્યાદા 3 મિનિટ સુધી વધારવામાં આવ્યા બાદ પ્લેટફોર્મ પર વીડિયો બનાવવા અને શેર કરવાને લગતો અનુભવ વધુ આકર્ષક બની જશે. અલબત ઈન્સ્ટાગ્રામે અગાઉ 10 મિનિટ સુધી વીડિયો ટેસ્ટ કર્યો હતો, જોકે તે શરૂ થઈ શકેલ નથી. યુઝર્સને રીલ્સ ઉપરાંત અન્ય પોસ્ટ પર પણ લાંબા વીડિયો શેર કરવાની મંજૂરી મળી છે, જેથી વધારે વિકલ્પ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ અગાઉ ટિક-ટોક 3 મિનિટના વીડિયો માટે મંજૂરી આપી ચુકેલ છે.
ઇન્સ્ટગ્રામ હવે પોતાની પ્રોફાઈલ ગ્રિડમાં પણ મોટો ફેરફાર કરવા જઈ રહેલ છે. અત્યાર સુધી જે તસવીરો અને વીડિયો સ્કાયર ફોર્મેટમાં દેખાતો હતો તે હવે લેન્ડસ્કેપ અથવા પોર્ટેટ સ્વરૂપમાં પણ જોવા મળશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
