<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

હું ડોનાલ્ડ ટ્રમ્પ...અમેરિકામાં ટ્રમ્પ યુગ ફરી વખત પાછો આવ્યો : અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

સખત ઠંડીના કારણે તેમના શપથ ગ્રહણ સમારોહનું આયોજન બંધ જગ્યાએ કરવામાં આવ્યું

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ  આજે 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે તેમનો શપથ ગ્રહણ સમારોહ વોશિંગ્ટન ડીસી કેપિટોલમાં યોજાયો હતો,આ  સમારોહમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ઘણા મોટા નેતાઓ વોશિંગ્ટન પહોંચ્યા હતા 

ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે જંગી જીત નોંધાવી હતી. આજે તેઓએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે  આ તેમનો બીજો કાર્યકાળ હશે, સખત ઠંડીના કારણે તેમના શપથ ગ્રહણ સમારોહનું આયોજન બંધ જગ્યાએ કરવામાં આવ્યું હતું 

  આ પહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીના કેપિટોલ રોટુન્ડા રૂમમાં પહોંચ્યા હતા,  તેમના આગમન પર રોટુંડા રૂમમાં ઉપસ્થિત આગેવાનોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. જેડી વેન્સ ટ્રમ્પ સમક્ષ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા

અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ યુગનો પ્રારંભ થયો છે. તેમણે પદના શપથ લીધા છે. તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. આ રીતે બીજી વખત અમેરિકાની સત્તા તેમના હાથમાં આવી છે. ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા પહેલા જેડી વેન્સે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા

 

(10:44 PM IST)