News of Tuesday, 21st January 2025
અમેરિકાની દક્ષિણ સરહદ પર કટોકટી: મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવશે: રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકામાં હવે ઘૂસણખોરી નહીં થાય.: ગેરકાયદેસર વસાહતીઓને પાછા મોકલવામાં આવશે:. ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ તેમણે કહ્યું કે આજે અમેરિકાનો નવો સુવર્ણ યુગ શરૂ થયો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખશે. હવે દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં. અમેરિકામાં ઘૂસણખોરીના મુદ્દે ટ્રમ્પ કડક દેખાયા. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકામાં હવે ઘૂસણખોરી નહીં થાય. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઘૂસણખોરી રોકવા માટે દક્ષિણ સરહદ પર કટોકટી લાદવામાં આવી છે. મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવશે.
અમેરિકા હવે તેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે. અમેરિકાના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પે 'ડ્રિલ બેબી ડ્રિલ' સૂત્રનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે. ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે. તમામ નાગરિકોને સમાન તક આપવામાં આવશે. દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.
ટ્રમ્પે શપથ બાદ વધુમાં કહ્યું કે, આજથી આપણો દેશ ફરી સમૃદ્ધ બનશે. કોઈપણ દેશને અમેરિકાનો અન્યાયી ફાયદો ઉઠાવવાની તક નહીં આપે. આપણું સાર્વભૌમત્વ પાછું મેળવીશું. સુરક્ષા પુનઃસ્થાપિત કરીને અમેરિકાને સર્વોચ્ચ રાષ્ટ્ર બનાવવામાં આવશે. યુએસને એક એવો દેશ બનાવશે જે ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને મુક્ત હશે.
મેક્સિકોના અખાતનું નામ બદલીને માઉન્ટ ડેનાલી રાખવામાં આવશે. બાઇડેનની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની અગાઉની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ હતી. બાઇડેનની સરકારે જાહેર વિશ્વાસનો લાભ લીધો. ટ્રમ્પે આ દરમિયાન ચીનને સીધો પડકાર પણ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પનામા કેનાલ પાછું લઈ લેશે. તેઓ ન તો ભગવાનને ભૂલશે કે ન તો બંધારણને. મારું જીવન અમેરિકાને મહાન બનાવવા માટે સમર્પિત છે. આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. ગેરકાયદેસર વસાહતીઓને તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા મોકલવામાં આવશે.
અમેરિકામાં રાજકીય વેરભાવનો અંત આવશે. હવે અમેરિકાની સેના બીજાના યુદ્ધમાં પ્રવેશશે નહીં. મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સતત વધતી કિંમતો પર અંકુશ આવશે. ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકાના દુશ્મનોને હરાવવા માટે સેનાને મુક્ત લગામ આપવામાં આવશે. હવે દેશમાં દરેકને વાણી સ્વતંત્રતા મળશે. અમે વિશ્વમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમેરિકામાં હવે કોઈ સેન્સરશિપ રહેશે નહીં. અન્ય દેશોમાંથી આવતા માલ પર ટેરિફ ટેક્સ લાદવામાં આવશે. અમે તેમને સપના આપીશું અને પૂરા કરીશું.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
