News of Tuesday, 21st January 2025
મેક્સિકોના અખાતનું નામ બદલીને માઉન્ટ ડેનાલી રખાશે : અમેરિકા પનામા કેનાલ પાછું લઈ લેશે: ટ્રમ્પની સટાસટી .
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની અગાઉની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ હતી. બાઇડેનની સરકારે જાહેર વિશ્વાસનો લાભ લીધો

મેક્સિકો: અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ તેમણે કહ્યું કે આજે અમેરિકાનો નવો સુવર્ણ યુગ શરૂ થયો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખશે. હવે દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં
મેક્સિકોના અખાતનું નામ બદલીને માઉન્ટ ડેનાલી રાખવામાં આવશે. બાઇડેનની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની અગાઉની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ હતી. બાઇડેનની સરકારે જાહેર વિશ્વાસનો લાભ લીધો. ટ્રમ્પે આ દરમિયાન ચીનને સીધો પડકાર પણ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પનામા કેનાલ પાછું લઈ લેશે. તેઓ ન તો ભગવાનને ભૂલશે કે ન તો બંધારણને. મારું જીવન અમેરિકાને મહાન બનાવવા માટે સમર્પિત છે. આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. ગેરકાયદેસર વસાહતીઓને તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા મોકલવામાં આવશે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
