<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

છત્તીસગઢમાં આદિવાસી ફેશન-વોકનો જલવો

સ્‍થાનિક છોકરા અને છોકરીઓએ દેશી કપડાંમાં કર્યું રૅમ્‍પ-વૉક

બલરામપુર, તા.૨૧: છત્તીસગઢના બલરામપુરમાં મકરસંક્રાન્‍તિ નિમિત્તે ત્રણ દિવસનો તાતાપાની મહોત્‍સવ યોજાય છે જેમાં આદિવાસી ફૅશન-વૉકનું પણ આયોજન થાય છે. આ ફૅશન-વૉકમાં સ્‍થાનિક આદિવાસી છોકરા-છોકરીઓએ દેશી કપડાં પહેરીને રૅમ્‍પ-વૉક કર્યું હતું અને એનો જલવો જોવા જેવો હતો. એમાં છત્તીસગઢની સંસ્‍કળતિ નજરે પડી હતી. આદિવાસી સમાજના સમૃદ્ધ વારસા અને પરંપરાગત વસ્‍ત્રોના થીમ પર આ રૅમ્‍પ-વૉકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મહોત્‍સવનો ઉદ્દેશ સાંસ્‍કળતિક પ્રથાને સંરક્ષિત કરવાનો છે અને એને જનતા સમક્ષ રજૂ કરવા મંચ ઉપલબ્‍ધ કરાવવાનું છે.

(9:47 AM IST)