News of Tuesday, 21st January 2025
ટ્રમ્પ શપથ સમારોહ : એલોન મસ્કે પોતાના હાથ વડે કયો ઈશારો કર્યો, જેનાથી હોબાળો થયો? હિટલર સાથે છે જોડાણ : જુઓ વિડીયો
ઈલોન મસ્કના વિવાદાસ્પદ ઈશારે નવી ચર્ચાને જન્મ આપ્યો

DO NOT BELIEVE THE MEDIA
— DogeDesigner (@cb_doge) January 20, 2025
The media is misleading you. Elon Musk never did a Nazi salute. Watch the full video: He simply gestured and said, “Thank you, my heart goes out to you.” pic.twitter.com/e3vBaLoVqx
વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પે 47માં રાષ્ટ્રપતિ (20 જાન્યુઆરી) તરીકે શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ ટ્રમ્પે ઘણા મોટા નિર્ણયો લીધા અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઘણી મોટી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન, ઇલોન મસ્ક પણ કાર્યક્રમમાં દેખાયા, જેઓ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મંગળ પર જવાની વાત કરી ત્યારે ખૂબ જ ખુશ દેખાતા હતા. અહીં મસ્કએ પણ કંઈક એવું કર્યું જેનાથી ખળભળાટ મચી ગયો.
મસ્કએ પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને લોકોનો આભાર માન્યો હતો અને ભવિષ્ય વિશે વાત કરી હતી. મસ્કએ કહ્યું " સંસ્કૃતિનું ભવિષ્ય નિશ્ચિત છે. છેવટે, આ વિજય જેવું લાગે છે. ચૂંટણી આવે છે અને જાય છે, પરંતુ આ ચૂંટણી ખરેખર મહત્વની છે."
મસ્કે સ્પેસ મિશનની પણ ચર્ચા કરી અને પૂછ્યું, શું તમે કલ્પના કરી શકો છો કે જ્યારે અમેરિકન અવકાશયાત્રીઓ અમેરિકન ધ્વજને અન્ય ગ્રહ પર લઈ જાય છે ત્યારે તે કેટલું અદ્ભુત હશે? તેમણે લોકોની ભીડ સામે વચન આપ્યું કે હું તમારા લોકો માટે સખત મહેનત કરીશ.
ભાષણ બાદ મસ્કે એક એવી ચેષ્ટા કરી જેનાથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો. કેટલાક લોકોએ મસ્કની ચેષ્ટાને નાઝી સલામ ગણાવી હતી. જોકે, કેટલાકે તેનો બચાવ પણ કર્યો હતો. વાસ્તવમાં, નાઝી સલામને હિટલર સલામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાવભાવનો ઉપયોગ નાઝી જર્મનીમાં હિટલર દ્વારા અભિવાદન તરીકે કરવામાં આવ્યો હતો. સલામ ખભાથી જમણા હાથ સુધી હવામાં લંબાવીને સીધા હાથ સાથે કરવામાં આવે છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
