તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ટ્રમ્પ ૧૯ ગોલ્ફ કોર્સ, વૈભવી ઈમારતો સહિત અઢળક સંપત્તિના માલિક
તેમની કુલ સંપતિ $ ઼૭.૭ બિલિયન (આશરે રૂ.૬૪,૮૫૫ કરોડ) હોવાનો અંદાજ ફ્લોરિડાનું વૈભવી માર-એ-લાગો એસ્ટેટ ટ્રમ્પની સૌથી જાણીતી મિલકત

નવી દિલ્હી, તા.૨૧: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સોમવારે રાજ્યાભિષેક થયો છે. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં છે. આ તેમનો બીજો પણ સતત કાર્યકાળ નથી. તેમણે અગાઉ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. ટ્રમ્પની સંપત્તિ વિશે વાત કરીએ તો તે કોઈ રાજ્યના રાજા કરતા સહેજે ય ઓછી નથી. તેઓ ૧૯ ગોલ્ફ કોર્સના માલિક છે અને રિયલ એસ્ટેટના કિંગ છે. ટ્રમ્પની સંપત્તિમાં ૨૦૧૭ થી ૨૦૨૫ સુધી નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.
ફોર્બ્સ અનુસાર, જ્યારે તેમણે ૨૦૧૬ માં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરી ત્યારે તેમની કુલ સંપત્તિ આશરે $૪.૫ બિલિયન હોવાનો અંદાજ હતો. જોકે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી, ૨૦૨૦ માં તે ઘટીને અડધી એટલે કે $૨.૧ બિલિયન થઈ ગઈ હતી. ત્યારબાદ, ૨૦૨૨માં તેમની સંપત્તિ વધીને ઼૩ બિલિયન થઈ અને નવીનતમ માહિતી અનુસાર, નવેમ્બર ૨૦૨૪માં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સે તેમની કુલ સંપત્તિ $૭.૭ બિલિયન (આશરે રૂ. ૬૪,૮૫૫ કરોડ) હોવાનો અંદાજ લગાવ્યો છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિ ઼૬.૬ બિલિયન (લગભગ રૂ. ૫૫,૫૯૦ કરોડ) થી વધુ છે. ટ્રમ્પની સંપત્તિનો મોટો હિસ્સો ‘ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ'માંથી આવે છે, જેની કુલ સંપત્તિ ઼૫.૬ બિલિયન છે. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વભરમાં કુલ ૧૯ ગોલ્ફ કોર્સના માલિક છે, જે તેમની સૌથી પ્રતિષ્ઠિત મિલકતોમાંની એક માનવામાં આવે છે.
ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ્સ અને રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ અમેરિકા તથા અન્ય દેશોમાં ફેલાયેલા છે. તેમની સૌથી જાણીતી મિલકત ફ્લોરિડામાં તેમનું માર-એ-લાગો એસ્ટેટ છે, જેને તેમણે રાષ્ટ્રપતિ બન્યા પછી તેમનું મુખ્ય નિવાસસ્થાન બનાવ્યું હતું. ટ્રમ્પ ન્યુયોર્ક, શિકાગો અને લાસ વેગાસ જેવા શહેરોમાં મોટી વ્યાપારી ઇમારતો ધરાવે છે. તેમની પાસે બોઇંગ ૭૫૭ જેવા ખાનગી જેટ છે. ટ્રમ્પની આ મિલકતો અને વ્યવસાયોની મદદથી, તેમની કુલ સંપત્તિ ૬.૬ થી ૭.૭ અબજ ડોલરની વચ્ચે છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
