News of Tuesday, 21st January 2025
લુણાવાડામાં જાહેરનામાના ભંગ બદલ મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારાયા
મસ્જિદની આસપાસ સ્કૂલ, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર હોવાથી લોકોએ લાઉડ સ્પીકર ઉતારી લેવા માટેની રજૂઆત કરી હતી.

લુણાવાડામાં મસ્જિદ ૫૨ લાગેલા લાઉડ સ્પીકર જાહેરનામાના ભંગ બદલ પોલીસે ઉતારી દીધા છે. આ મસ્જિદની આસપાસ સ્કૂલ, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર હોવાથી લોકોએ લાઉડ સ્પીકર ઉતારી લેવા માટેની રજૂઆત કરી હતી.
મહેરુનીશા મસ્જિદના ટ્રસ્ટીઓને લાઉડ સ્પીકર બંધ કરવા માટે કહેવામાં પણ આવ્યું હતું. જોકે ટ્રસ્ટીઓએ બે કે ત્રણ દિવસ સુધી જ લાઉડ સ્પીકર બંધ રાખ્યા હતા અને પછી ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરી હતી. તે પછી ગૃહ વિભાગે આ રજૂઆતને આધારે કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા.
લુણાવાડા પોલીસે મસ્જિદના ટ્રસ્ટી સાથે બેઠક કરી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની જાણ કરી હતી. ધ્વનિ પ્રદૂષણના કાયદા પ્રમાણે ચોક્કસ ડેસીબલથી મોટો અવાજ હોવો જોઈએ નહીં. મુસ્લિમ પંચના આગેવાનોએ કહ્યું કે, પોલીસે અગાઉ કોર્ટના આદેશની અમને જાણ કરી હતી અને તે મુજબ લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા હતા.
મહિસાગરના DySP એ જણાવ્યું કે, મસ્જિદના વધારે લાઉડ સ્પીકર હતા. પહેલા પણ આ અંગે ફરિયાદ આવતી હતી. આ ટ્રસ્ટી ને પણ જાણ કરવામાં આવી હતી. થોડા દિવસ પાલન કર્યા બાદ ફરીથી અવાજ વધારી દીધો હતો. એટલે સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત નોઇઝ પોલ્યુશનનો જે નિયમ અને કલેકટરના જાહેરનામાના ભંગ બદલ લાઉડસ્પીકર ઉતારી દેવામાં આવ્યા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
