<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા: એક કરોડના ઈનામી સહિત 14 નક્સલીઓને ઠાર કરાયા

છત્તીસગઢ-ઓડિશા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ:ઓડિશાના નુઆપાડા જિલ્લાથી પાંચ કિલોમીટર દૂર છત્તીસગઢના કુલારીઘાટ જંગલોમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ મેગા ઓપરેશન

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મંગળવારે સુરક્ષા દળોએ એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવનાર નક્સલીને ઠાર માર્યો હતો. આજના ઓપરેશનમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

નક્સલવાદી પ્રતાપ રેડ્ડી રામચંદ્ર ઉર્ફે ચલાપતિ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. ગરિયાબાદના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એસએલઆર રાઈફલ્સ જેવા ઓટોમેટિક હથિયારો પણ સામેલ છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે નક્સલવાદને વધુ એક મોટો ફટકો. આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલ મુક્ત બનાવવામાં મોટી સફળતા મેળવી છે. સીઆરપીએફ, ઓડિશાની એસઓજી અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 14 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ઓડિશાના નુઆપાડા જિલ્લાથી પાંચ કિલોમીટર દૂર છત્તીસગઢના કુલારીઘાટ જંગલોમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ 19 જાન્યુઆરીએ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું


 

(2:07 PM IST)