News of Tuesday, 21st January 2025
૫ લાખ કરોડનું ધોવાણ... ટ્રમ્પના રાજ્યાભિષેકને કારણે શેરબજારમાં કડાકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ કારણે આજે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે : ઝોમેટોના શેર ૧૧% ઘટયા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, NTPC અને SBIના શેર લગભગ ૨% ઘટયા

નવી દિલ્હી, તા.૨૧: આજે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ કારણે, રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ઇન્ટ્રા ડે બીએસઈ સેન્સેક્સ ૭૫૦ પોઈન્ટથી વધુ ઘટયો હતો જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૧૨ પોઈન્ટ ઘટીને ૨૩,૨૦૦ ની નીચે સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં, ઝોમેટો સૌથી વધુ ૧૧ ટકા ઘટયો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ૫૭%નો ઘટાડો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, NTPC અને SBIના શેર લગભગ ૨% ઘટયા. બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા વધારા સાથે ખુલ્યા. આ ઘટાડાને કારણે, બધી ગ્લ્ચ્ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૫.૨૧ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૨૬.૩૮ લાખ કરોડ રૂપિયા થયું.
સવારે ૨.૧૫વાગ્યે, સેન્સેક્સ ૫૩૮ પોઈન્ટ ઘટીને ૭૬૫૩૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૧૨૩ પોઈન્ટ ઘટીને ૨૩૨૨૧ પર હતો.
વ્યક્તિગત શેરોમાં, ડિક્સન ટેક્નોલોજીસના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પછી ૮.૫% ઘટયા. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી ઓટો, એફએમસીજી, આઇટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ ૦.૪% થી ૧% વધ્યા. સોમવારે યુએસ બજારો બંધ હતા, તેથી ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાની પ્રથમ પ્રતિક્રિયા મંગળવારે એશિયન બજારોમાં અનુભવાઈ.
નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ ૨.૦ ની શરૂઆતમાં, આર્થિક નિર્ણયો અંગે વધુ સ્પષ્ટતા નહોતી. તેમના ભાષણમાં તેમણે ઇમિગ્રેશન અંગે સ્પષ્ટતા કરી પરંતુ ટેરિફ અંગે ચિત્ર સ્પષ્ટ નહોતું. કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફના સંભવિત સંકેત સૂચવે છે કે ટેરિફ વધારાની નીતિ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. ટેરિફ વધારામાં વધુ વિલંબ થવાથી ડોલર નબળો પડશે અને બોન્ડ યીલ્ડ ઘટશે તેવી શકયતા છે. જો આવું થાય, તો તે ભારત જેવા ઉભરતા બજારો માટે સારું રહેશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
