<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનાં શપથ વિધિ બાદ શેર બજારમાં તેજી જોવા મળી પરંતું થોડાક જ સમયમાં અચાનક શેર બજારમાં જોરદાર કડાકો

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટીએ પણ પાછલા બંધની સરખામણીમાં વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું'તુ

નવી દિલ્હી તા.૨૧ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનાં શપથ વિધિ બાદ શેર બજારમાં તેજી જોવા મળી હતી. પરંતું થોડાક જ સમયમાં અચાનક શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં મંગળવારે બદલાવ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ આજે શેરબજાર ખુલ્યું ત્યારે બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ પાછલા બંધની સરખામણીમાં વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

પરંતુ થોડીવારમાં આ પ્રારંભિક તેજી બાદ અચાનક જ સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. માત્ર એક કલાકના ટ્રેડિંગ પછી શેરબજાર તૂટી પડ્યું અને સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો.

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ઉછાળા સાથે સેન્સેક્સ 830 પોઈન્ટ્સ લપસી ગયો હતો . BSE સેન્સેક્સે તેના અગાઉના 77,073 ના બંધ સ્તરથી વધીને 77,261.72 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ આ વધારો માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળ્યો હતો, પછી અચાનક સેન્સેક્સમાં ઘટાડો શરૂ થયો અને 401.93 પોઈન્ટથી વધુ ઘટીને 76,671ના સ્તરે આવી ગયો. એટલું જ નહીં, માત્ર એક કલાકના ટ્રેડિંગ દરમિયાન આ ઘટાડો વધુ વધ્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 10.15 વાગ્યે, સેન્સેક્સ 834 પોઈન્ટ ઘટીને 76,239 ના સ્તરે પહોંચી ગયો હતો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટીની મુવમેન્ટ પણ અચાનક બદલાઈ ગઈ.

 

 

 

 

 

 23,421 પર ખુલ્યા બાદ તે 210 પોઈન્ટ લપસીને 23,127ના સ્તરે આવી ગયો હતો.

 

(3:24 PM IST)