News of Tuesday, 21st January 2025
બ્રહ્માંડમાં મળ્યો ૭૦કરોડ સૂર્ય સમાય શકે તેવો બ્લેક હોલ

નવી દિલ્હી તા. ૨૧: એસ્ટ્રોનોમર્સે અત્યાર સુધીમાં શોધેલા સૌથી દૂરના બ્લાઝરની શોધ કરી છે. જે ૭૦ કરોડ સૂરજની બરાબર દ્રવ્યમાનવાળા એક સુપરમૈસિવ બ્લેક હોલ છે. ખગોળવિદોએ તેનું નામ થ્૦૪૧૦ૅ૦૧૩૯ રાખ્યુ છે. આ કોઈ સાધારણ બ્લેક હોલ નથી. અત્યાર સુધી શોધાયેલા બ્લેક હોલમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી છે. આ પળથ્વીથી ૧૨.૯ બિલિયનપ્રકાશ વર્ષ દૂર આવેલો છે. જે તેને અત્યાર સુધીનો સૌથી દૂર બ્લાઝર બનાવે છે. જો તેને પળથ્વી પર છોડી દેવામાં આવે તો, આપણા ભુક્કા કાઢી નાખે.
બ્લાઝર દુર્લભ આકાશગંગાઓનો એક પ્રકાર છે. જેના કેન્દ્રમાં સુપરમૈસિવ બ્લેક હોલ હોય છે. આ બ્લેક હોલ વધારે ઊર્જાવાળા જેટ ઉત્સર્જિત કરે છે, જે પળથ્વીની દિશામાં કેન્દ્રિત હોય છે. તેનાથી આ બ્રહ્મ ાંડની સૌથી ચમકદાર વસ્તુઓમાંથી એક બની જાય છે. આ બ્લેક હોલની ચારે તરફ વિશાળ ચુંબકીય ક્ષેત્ર જેટને આકાર આપે છે. જેટની અંદર કણ પ્રકાશની ગતિની નજીક યાત્રા કરે છે અને વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમમાં ભારે માત્રામાં ઊર્જા છોડે છે.
J0410-0139ની શોધ શક્તિશાળી દૂરબીનોની મદદથી શકય બની ગઈ છે. J0410-0139ની શોધમાં ALMA મેગલન ટેલીસ્કોપ, VLT અને NASAની ચંદ્રા એક્સ રે ઓબ્ઝરવેટરી જેવા શક્તિશાળી ઉપકરણોએ મહત્વની ભૂમિકા નિભાવી. આ ઉપકરણોથી એકત્ર ડેટાએ વૈજ્ઞાનિકોને બ્લાઝરના જેટ અને તેના કેન્દ્રમાં રહેલા સુપરમૈસિવ બ્લેક હોલના ઊંડાણની તપાસ કરવાની પરવાનગી આપી. જેનાથી સુપરમૈસિવ બ્લેક હોલના નિર્માણ અને વિકાસ વિશે મહત્વની જાણકારી સામે આવી.
આ બ્લાઝર બિગ બૈંગના ૮૦૦ મિલિયન વર્ષો બાદ અસ્તિત્વમાં આવ્યો, જેનાથી વૈજ્ઞાનિકો શરુઆતી બ્રહ્મ ાંડ વિશે નવા સવાલોના જવાબ શોધી શકશે. તેની શોધ ન ફક્ત બ્લેક હોલની ઉત્પતિ અને વિકાસ વિશે, પણ બ્રહ્મ ાંડના પહેલા સ્ટાર્સ અને આકાશગંગાઓ બનવા વિશે પણ મહત્વપૂર્ણ જાણકારી મળશે.
આ શોધ ખગોળ વિજ્ઞાનમાં નવી શોધ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે અને બ્રહ્મ ાંડના વિકાસના રહસ્યોને ઉજાગર કરવામાં મદદ કરશે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
