News of Tuesday, 21st January 2025
તુર્કીમાં 'સ્કી રિસોર્ટ'માં ભયંકર આગ ભભૂકી : 66 લોકોએ ગુમાવ્યો જીવ :હોટલમાં કુલ 234 લોકો રોકાયા હતા
બે પીડિત લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદવાથી મૃત્યુ પામ્યા: કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો

ઉત્તરપશ્ચિમ તુર્કીએમાં એક લોકપ્રિય સ્કી રિસોર્ટની એક હોટલમાં મંગળવારે લાગેલી આગમાં 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તુર્કીએના આંતરિક મંત્રી અલી યરલિકાયાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 51 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગૃહમંત્રી યેર્લિકાયાએ પત્રકારોને કહ્યું, 'અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ.
તુર્કીએના આરોગ્ય પ્રધાન કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે ઘાયલની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓ અને અહેવાલો અનુસાર, બોલુ પ્રાંતના કારતલકાયા રિસોર્ટમાં આવેલી 12 માળની ગ્રાન્ડ કારતલ હોટલની રેસ્ટોરન્ટમાં સવારે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સમયે હોટલમાં કુલ 234 લોકો રોકાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રી કેમલ મેમિસોગ્લુના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે. બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને સ્થાનિક સમાચાર એજન્સી ટીઆરટીને જણાવ્યું કે આગ હોટલના ચોથા માળેથી શરૂ થઈ અને ઝડપથી 11 માળની ઈમારતમાં ફેલાઈ ગઈ.
ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિએ એક સ્થાનિક ટેલિવિઝનએ જણાવ્યું હતું કે સરકારી એજન્સીને જણાવ્યું કે બે પીડિત લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદવાથી મૃત્યુ પામ્યા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સમયે હોટલમાં રોકાયેલા સ્કી પ્રશિક્ષક નેકેમી કેપસેતુતાને જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તે સૂતો હતો અને તે બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો. આ પછી તેણે લગભગ 20 લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટલ ધુમાડાથી ઘેરાયેલી હતી, જેના કારણે લોકો માટે આગમાંથી બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોટલમાં ફાયર સિસ્ટમ કામ કરી રહી ન હતી. હોટલના ત્રીજા માળે રહેતા અટાકન યેલ્કોવન નામના એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'મારી પત્નીને કંઈક સળગતી ગંધ આવી હતી, જેના પછી અમે ઊભા થઈને દોડ્યા, પરંતુ આ દરમિયાન હોટલમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું.'
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
