<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

યુએસ સિટિઝનશિપ મેળવવું હવે આસાન નહીં: ટ્રમ્પ હવે જન્મસિદ્ધ નાગરિકતા કાયદો ખતમ કરશે : ભારતીયો પર શું અસર પડશે?

અમેરિકન ઈમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર થશે: અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો રહે છે :અમેરિકામાં એવા લાખો બાળકોની નાગરિકતા પર અસર થશે જેમનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય પરંતુ તેમના માતા-પિતા વર્ક વિઝા પર ત્યાં છે

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. તેમણે બાઇડેન સરકારના 78 નિર્ણયો રદ કરી દીધા છે.

6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત 1500 લોકોને માફી આપવાથી લઈને અમેરિકાને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માંથી બહાર કાઢવા સુધીના ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકામાં જન્મજાત નાગરિકતા ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન ઈમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર થશે. આનાથી અમેરિકાના લાખો બાળકોની નાગરિકતા પર અસર થશે, જેમનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય, પરંતુ તેમના માતા-પિતા ત્યાં વર્ક વિઝા પર છે.

 

અમેરિકાના બંધારણના 14મા સુધારા મુજબ અમેરિકાની ધરતી પર જન્મેલો બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે. જેના કારણે બાળકોને જન્મ આપવા માટે માતા-પિતાની સંખ્યા વધી રહી છે. આને બર્થ ટુરિઝમ કહેવામાં આવે છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં જન્મેલા બાળકોને જ અમેરિકન નાગરિકતા આપવામાં આવશે, જેમના માતા-પિતામાંથી એક અમેરિકન નાગરિક છે અથવા તેમાંથી કોઈ એક ગ્રીન કાર્ડ ધરાવે છે.

વાસ્તવમાં ભારત અને ચીનના લોકો H-1B વિઝા પર અમેરિકામાં રહે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી અમેરિકામાં હાજર ભારતીય પ્રોફેશનલ્સના જીવન પર અસર પડશે.

માહિતી અનુસાર, અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો રહે છે, જેમાંથી એક મોટો હિસ્સો એવા છે જેમને જન્મજાત નાગરિકતા મળી છે. અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા લોકો માટે ફેમિલી પ્લાનિંગ એક મોટી સમસ્યા બનવા જઈ રહી છે.

(12:06 AM IST)