તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 22nd January 2025
૧૧ ફૂટ લાંબી દાઢીથી ૫૧ કિલો વજન ઉપાડે છે આ દાઢીવાળા બાબા
મહાકુંભમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

પ્રયાગરાજ, તા.૨૨: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂકયો છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આ ધાર્મિક ઉત્સવમાં સામેલ થવા માટે પહોંચી રહ્યાં છે. આ મેળામાં સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર હોય છે. આઈઆઈટી બાબાથી લઈને ડિઝિટલ બાબા સુધી તમામ બાબાઓ પોત પોતાની અલગ ઓળખને લઈને ભારે વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે આવા જ એક સાધુ કુંભમેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જી હા અમે વાત કરી રહ્યાં છીએ ૧૧.૩૦ ફૂટ લાંબી દાઢી ધરાવતા બાબાની.
સાડા અગિયાર ફૂટ લાંબી દાઢી ધરાવતા મહારાજ મહાકુંભમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આ મહારાજ ખુરશી ઉપર ઊભા રહીને પોતાની લાંબી દાઢી ખોલતા જ લોકો તેને સંભાળવા લાગ્યા હતા. તમે અત્યાર સુધી લાંબી જટાઓ વાળા મહારાજ વિશે તો ખૂબ સાંભળ્યું હશે. પરંતુ આટલી લાંબી દાઢી વાળા મહારાજના દર્શન ભાગ્યે જ કર્યાં હશે. મહારાજ જી પોતાની દાઢી દ્વારા ૫૦ કિલો સુધી વજન ઉપાડી શકે છે, એવો દાવો કર્યો છે.
મહારાજ જીને પોતાની મોટી દાઢીને લઈને અનેક પ્રમાણ પત્રો મળી ચૂકયા છે. એટલું જ નહીં તેણે લાંબી દાઢી દ્વારા રિકોર્ડ બનાવ્યો હોવાનો પણ દાવો કર્યો છે. રાજસ્થાનથી કુંભમાં આવેલા આ મહારાજ જીએ દાવો કર્યો છે કે, તેની સાડા અગિયાર ફૂટની દાઢી ૪૦ વર્ષની તપસ્યાનું ફળ છે.
દિગંબર અખાડામાંથી આવતા જાનકીદાસ ત્યાગી દાઢીવાળા બાબાનું કહેવું છે કે, તેની દાઢી ભારતમાં સૌથી મોટી દાઢી છે. લાંબી દાઢીને લઈ બનાવેલા પ્રમાણ પત્ર પણ તેની પાસે હોવાનો દાવો કર્યો છે. એટલું નહીં, તેઓનું કહેવું છે કે, તે પોતાની દાઢીથી આશરે ૫૦ કિલો સુધીનો વજન ઊંચકી શકે છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
