<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સુહાગરાતે બેડશીટ પર લોહી ન દેખાતાં સાસુએ વહુનો કર્યો વર્જિનીટી ટેસ્ટ

અમાનવીય હરકતો... એમપીના ઈન્દોરમાં સુહાગરાતે દુલ્હનના વર્જિનીટી ટેસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી ઈન્દોર ડિસ્ટ્રિકટ કોર્ટે યુવતીના સાસરિયાઓ વિરૂધ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો

ઈન્દોર, તા.૨૨: પોતાનો છોકરો ભલે ગમે તેટલી મહિલાઓ સાથે સંબંધ રાખ્યો હોય તેનો કોઈ ટેસ્ટ નહીં અને છોકરી પરણીને ઘેર આવે એટલે તરત સાસરિયા ઈચ્છતાં હોય છે કે તેમની વહુ કુંવારી હોય એટલે કે લગ્ન પહેલાં તેણે કોઈની સાથે સંબંધ ન બાંધ્યો હોય, આ વાતની ખાતરી માટે ટેસ્ટ કરાવતા હોય છે. દુલ્હન કુંવારી છે કે નહીં તે જાણવા માટે સાસરિયાઓ દ્વારા વર્જિનીટી ટેસ્ટ આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરની એક યુવતીએ તેના લગ્નની પહેલી રાત્રે કથિત રીતે તેની વર્જિનિટી ચેક કરવા સામે કોર્ટમાં અરજી કરી છે. યુવતીનો આરોપ છે કે તેના લગ્નની પહેલી રાત્રે તેના સાસરિયાઓએ ખોટી રીતે તેની વર્જિનિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

કોર્ટમાં આવેલા કેસ મુજબ, ઈન્દોરના બાણગંગામાં રહેતી યુવતીના ભોપાલના યુવાન સાથે લગ્ન થયાં હતા. લગ્નના બીજા દિવસે, પીડિતાની સાસુએ પાડોશી છોકરીને બોલાવી અને પૂછ્યું કે બેડશીટ પર લોહીના છાંટા કેમ નથી. જેના આધારે સાસુએ પુત્રવધૂની વર્જિનીટી ચેક કરી હતી જોકે તે તદ્દન ખોટી રીતે કરવામાં આવી જેને કારણે વહુને શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડી હતી.

આ મામલાની નોંધ લેતા ઈન્દોર ડિસ્ટ્રિકટ કોર્ટે યુવતીના સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ગોપનીય રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લગ્નની પહેલી રાત્રે પીડિતાના સાસરિયાઓએ તેની વર્જિનિટી ચેક કરવા માટે અમાનવીય રીત અપનાવી હતી.

(12:10 PM IST)