<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ તથા ગૃહમંત્રી પણ પહોંચશે

PM મોદી ૫મી ફેબ્રુઆરીએ આસ્‍થાની ડુબકી લગાવશે

નવી દિલ્‍હી, તા.૨૨: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ૫ ફેબ્રુઆરીએ મહા કુંભ મેળા ૨૦૨૫ની મુલાકાત લઈ શકે છે. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ ૨૭ જાન્‍યુઆરીએ મેળામાં હાજરી આપવાના છે. ૨૭ જાન્‍યુઆરીએ ગળહમંત્રી અમિત શાહ તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ મહાકુંભમાં ભાગ લેશે. તેઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. તેઓ ગંગા પૂજા કરશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે.

ગળહમંત્રી અમિત શાહની મુલાકાતને ધ્‍યાનમાં રાખીને, સુરક્ષા એજન્‍સીઓએ શહેરના મુખ્‍ય ચોક અને કાર્યક્રમ સ્‍થળો પર વિશેષ દેખરેખ તથા તકેદારી વધારી દીધી છે. ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ ૧ ફેબ્રુઆરીએ સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવવાના છે. ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ૧૦ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લે તેવી અપેક્ષા છે. રાષ્‍ટ્રપતિ તેમની મુલાકાત દરમિયાન મુખ્‍ય કાર્યક્રમોમાં હાજરી આપે તેવા અનુમાન છે. આ નેતાઓની મુલાકાત સુગમ અને સલામત રહે તે માટે વહીવટી તથા સુરક્ષાને લગતી તૈયારીઓ મજબૂત બનાવવામાં આવી રહી છે.

મંગળવારે વહેલી સવારે, મહાકુંભ મેળામાં ભક્‍તો એકઠા થયા ત્‍યારે આ વિસ્‍તારમાં ગાઢ ધુમ્‍મસ છવાયેલું હતું. જોકે, ખરાબ હવામાનની ભક્‍તજનોની સંખ્‍યા પર કોઈ અસર પડી ન હતી. આગામી દિવસોમાં યાત્રાળુઓની સંખ્‍યામાં વધારો થવાની ધારણા છે, જેમાં ચાર મોટા શાહી તાાન યોજાશે. આવનારા દિવસોમાં મૌની અમાવસ્‍યા (૨૯ જાન્‍યુઆરી), બસંત પંચમી (૩ ફેબ્રુઆરી), માઘી પૂર્ણિમા (૧૨ ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (૨૬ ફેબ્રુઆરી) નિમિત્તે મુખ્‍ય તાાન યોજાશે

(2:32 PM IST)