News of Wednesday, 22nd January 2025
દેશનું બજેટ મધ્યમવર્ગ કેન્દ્રિત બને
‘આપ'નાં સુપ્રિમો અરવિંદ કેજરીવાલે બજેટમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ સાત માંગણીઓ રજુ કરી : સ્વાસ્થ્ય બજેટ વધે : શિક્ષણ બજેટ ૧૦% થાય : આયકર છુટ મર્યાદા ૧૦ લાખ કરો : વડિલોને રેલ્વે ભાડામાં ૫૦% છુટ મળે : જરૂરી ચીજો પરનો GST દુર થાય

નવી દિલ્હી, તા.૨૨: દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મધ્યમ વર્ગના પરિવારો માટે એક અલગ મેનિફેસ્ટો બહાર પાડયો. અરવિંદ કેજરીવાલે કહયું કે દરેક પક્ષે મધ્યમ વર્ગને દબાવ્યો છે. મધ્યમ વર્ગને દરેક વસ્તુ પર ટેક્સ ચૂકવવો પડે છે. હવે મળત્યુ પછી પણ કર ચૂકવવો પડશે. આવકનો ૫૦ ટકા ભાગ કરમાં જાય છે. મધ્યમ વર્ગ ખૂબ જ પરેશાન છે. કેજરીવાલે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીએ મધ્યમ વર્ગ માટે ઘણું કામ કર્યું છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહયું, હું કેન્દ્ર સરકાર પાસે માંગ કરું છું કે શિક્ષણ બજેટ ૨% થી વધારીને ૧૦% કરવામાં આવે અને ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરવામાં આવે. ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવળત્તિ આપવી જોઈએ. આરોગ્ય બજેટ વધારીને ૧૦% કરવું જોઈએ અને આરોગ્ય વીમા પરનો કર દૂર કરવો જોઈએ. આઇટી મુક્તિની મર્યાદા ૭ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવી જોઈએ. આવશ્યક ચીજવસ્તુઓ પરથી જીએસટી દૂર કરવો જોઈએ. વરિષ્ઠ નાગરિકો માટે મજબૂત નિવળત્તિ અને પેન્શન યોજનાઓ બનાવવી જોઈએ. દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર મળવી જોઈએ. પહેલા રેલ્વેમાં વરિષ્ઠ નાગરિકોને છૂટ મળતી હતી જે બંધ થઈ ગઈ છે, તેને ફરી શરૂ કરવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહયું કે મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો ભોગ બન્યો છે. મધ્યમ વર્ગ સરકારો માટે ફક્ત એટીએમ બની ગયો છે. આજે દેશમાં મધ્યમ વર્ગના લોકોને પોતાના પરિવારનું સંચાલન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ બધી સમસ્યાઓના કારણે દર વર્ષે લાખો ભારતીયો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે જનતાના પૈસા જનતા પર ખર્ચ્યા. અમે જનતાના કરના પૈસા શિક્ષણ અને શાળાઓ પર રોકાણ કર્યા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે ઘણી માંગણીઓ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે શિક્ષણ અને આરોગ્યનું બજેટ વધારવું જોઈએ.
કેજરીવાલે કહયું કે દિલ્હીના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીની અસરથી બચાવવા માટે, AAP સરકારે વીજળી અને પાણી મફત કર્યું છે. અમે ભવ્ય મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલો બનાવી અને મફત સારવાર આપી. આગામી દિવસોમાં, અમે વળદ્ધો માટે સંજીવની યોજના લાવી રહ્યા છીએ. શું આ બધું કરીને આપણે કોઈ ગુનો કરી રહયા છીએ? મધ્યમ વર્ગને આગળ વધારવા માટે અમે શેરીઓથી સંસદ સુધી અમારો અવાજ ઉઠાવીશું. સંસદમાં બજેટ સત્ર દરમિયાન, આપણા સાંસદો મધ્યમ વર્ગના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવશે. અમારી માંગ છે કે દેશનું આગામી બજેટ દેશના મધ્યમ વર્ગને સમર્પિત કરવામાં આવે.(૨૩.૨૨)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
