News of Wednesday, 22nd January 2025
ગાઝાના પુનઃનિર્માણમાં ઘણો સમય લાગશે : યુએન અધિકારી લગભગ મકાનો અને રસ્તાઓ, આરોગ્ય સેવાઓ લગભગ ખતમ થઇ ગઇ છે

ગાઝાઃ ગાઝામાં યુએનના એક અધિકારીએ ચેતવણી આપી છે કે માનવતાવાદી વિતરણમાં વચનબધ્ધ વધારો હોવા છતાં, ૧૫ મહિનાના ઇઝરાયેલી બોંબમારા પછી ગાઝા પટ્ટીમાં પુનઃનિર્માણની પ્રક્રિયામાં ઘણો ઘણો સમય લાગશે.
ગાઝામાં યુએન એજન્સી ફોર પેલેસ્ટેનીયન રેફયુજીના કાર્યવાહક નિર્દેશક સેમ રોઝે બીબીસીને જણાવ્યું, અમે માત્ર ખોરાક, આરોગ્ય સંભાળ, ઇમારતો, રસ્તાઓ, ઇન્ફાસ્ટ્રક્ચર વિશે વાત નથી કરી રહ્યા, અમારી પાસે એવી વ્યક્તિઓ, એવા પરિવારો, સમુદાયો છે. જેને પુનઃનિર્માણ કરવાની જરૂર છે.
રોઝે કહ્યું, ‘‘અમે અહીં આવનારી સહાયના જથ્થામાં મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છીએ. અને તે મદદ મેળવવનું એને એકત્રિત કરવાનું અમારા માટે બહુ સરળ છે કેમકે યુધ્ધ દરમ્યાન આપણે જે સમસ્યાઓનો અત્યાર સુધી સામનો કર્યો છે તેમાંથી ઘણી સમસ્યાઓ યુધ્ધ અટકતા દૂર થઇ જાય છે.''
તેમણે વધુમાં કહ્યું, ‘‘ગાઝામાં જે કાંઇ થયું છે તેનાથી દરેક વ્યક્તિ આઘાત પામ્યો છે. દરેક વ્યક્તિએ ક઼ઇને કંઇ ગુમાવ્યું છે. તેનાથી દરેક વ્યક્તિ આઘાત પામ્યો છે. મોટા ભાગના રસ્તાઓ પણ નાશ પામ્યા છે. તેના પુનઃસ્થાપન અને પુનઃનિર્માણની પ્રક્રિયા લાંબી, બહુ લાંબી ચાલશે.''
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં પ્રાદેશિક નિદર્શક, હનાન બલ્કીએ જણાવ્યું હતું કે અહીંની વસ્તીની તાકિદની જરૂરિયાતોને પહોંચી વળવા અને ઇજાઓ ધરાવતા હજારો લોકોની સંભાળને પ્રાથમિકતા આપવા માટે ગાંઝાની આરોગ્ય પ્રણાલીને ફરીથી પગભર કરવા માટે તેમની પાસે ૬૦ દિવસનો પ્લાન છે. આયોજનમાં ગાઝાની હોસ્પિટલનું સમારકામ સામેલ છે. અહીંની અડધાથી વધારે હોસ્પિટલો આરોગ્ય સેવાથી બહાર છે અને બાકીની આંશિક રીતે કાર્યરત છે. યોજનામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામચલાઉ કલીનીક્સની સ્થાપના, કુપોષણ અને રોગના પ્રકોપ પર નિયંત્રણ કરવું પણ સાામેલ છે.(૪૦.૧૪)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
