<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

શું સરકાર પટૌડી પરિવારની ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરશે?

સૈફ અલી ખાનને લાગી શકે છે મોટો ઝટકો સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણ લઈ શકે છે


ભોપાલ, તા.૨૨: અભિનેતા સૈફ અલી ખાન પર હાલમાં જીવલેણ હુમલો થયો હતો. ત્‍યારબાદ તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો અને ૫ દિવસ હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ રજા મળી હતી. હવે સૈફ અલી ખાન માટે એક ખરાબ સમાચાર સામે આવ્‍યા છે.સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણમાં લઈ શકે છે.તમને જણાવી દઈએ કે, આ સંપત્તિ મધ્‍ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી છે. મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્‍વનો નિર્ણય લેતા ૨૦૧૫માં આ સંપત્તિઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્‍યો છે. કોર્ટના આ નિર્ણય પછી શત્રુ સંપત્તિ અધિનિયમ, ૧૯૬૮ હેઠળ આ મિલકતોના સંપાદનનો માર્ગ ખુલ્‍યો છે.

જ્‍યારે ૨ દેશમાં જંગ થાય તો સરકાર દુશ્‍મન દેશના નાગરિકોની સંપત્તિને કબજામાં લઈ લે છે. જેનાથી દુશ્‍મન લડાઈ દરમિયાન આનો ફાયદો ઉઠાવી ન શકે. શત્રુ સંપત્તિ હેઠળ જમીન, મકાન, સોનું, ઘરેણા, કંપનીઓના શેર અને દુશ્‍મન દેશના નાગરિકોની કોઈ અન્‍ય સંપત્તિને કબ્‍જામાં લઈ શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ પટૌડી પરિવાર પાસે ભોપાલમાં ઐતિહાસિક મિલકતો છે જેની કિંમત ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ મિલકત અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની છે.શત્રુ સંપત્તિ એક્‍ટ હેઠળ સરકાર જે મિલકતોનો નિયંત્રણ લઈ શકે છે તેમાં ફ્‌લેગ સ્‍ટાફ હાઉસ, નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબી કા બંગલો, અહમદાવાદ પેલેસ, કોહેફિઝા પ્રોપર્ટી અને અન્‍યનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સૈફે પોતાનું બાળપણ ફ્‌લેગ સ્‍ટાફ હાઉસમાં વિતાવ્‍યું હતું.

નવાબ ઇફિ્‌તખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ, ભારત સરકાર ૧૯૪૭ માં ભાગલા પછી પાકિસ્‍તાન ગયેલા લોકોની મિલકતોનો દાવો કરી શકે છે. ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લાહ ખાન હતા જેમને ત્રણ પુત્રીઓ હતી. આમાંથી, મોટી પુત્રી, આબિદા સુલતાન, ૧૯૫૦ માં પાકિસ્‍તાન સ્‍થળાંતર કર્યું હતુ, જ્‍યારે, તેમની બીજી પુત્રી સાજિદા સુલતાના ભારતમાં રહી અને અહીં નવાબ ઇફિ્‌તખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.

સૈફ અલી ખાને નોટિસનો હાઈકોર્ટમાં પડકાર આપ્‍યો. આ પછી તે કાનૂની વારસદાર બની. સાજિદા સુલતાનાના પૌત્ર સૈફ અલી ખાન છે. જેમને આ મિલકતોનો એક ભાગ વારસામાં મળ્‍યો છે. જોકે, આબિદા સુલતાનાનું પાકિસ્‍તાન સ્‍થળાંતર શત્રુ સંપત્તિ એક્‍ટ હેઠળ આ મિલકતો પર સરકારના દાવાનું કેન્‍દ્રબિંદુ બન્‍યું છે.રિપોર્ટ મુજબ આ વિવાદની શરુઆત વર્ષ ૨૦૧૪માં થઈ હતી. જાણકારી અનુસાર શત્રુ સંપત્તિનો વિભાગ સંરક્ષકે ભોપાલમાં સ્‍થિત પટૌડી પરિવારની સંપત્તિને શત્રુ સંપત્તિ જાહેર કરવાની નોટીસ જાહેર કરી હતી. સૈફ અલી ખાને ૨૦૧૫માં આ નોટિસનો હાઈકોર્ટમાં પડકાર આપ્‍યો હતો. અને સંપત્તિ પર સ્‍ટે લીધો હતો.

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટેના જસ્‍ટિસ વિવેક અગ્રવાલની બેંચે ગત ૧૩ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ સૈફ અલી ખાનની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી, કોર્ટે તેમને ટ્રિબ્‍યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્‍યો. જોકે, સૈફ અને તેના પરિવારના કોઈપણ સભ્‍યએ હજુ સુધી કોઈ કાર્યવાહી માટે પગલું ઉઠાવ્‍યું નથી.

(3:41 PM IST)