<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રામલલ્લાની અયોધ્‍યામાં પ્રાણપ્રતિષ્‍ઠાનું એક વર્ષ પૂર્ણ : લાખો ભાવિકો દર્શન કરી ધન્‍ય બન્‍યા

ગત વર્ષે રર જાન્‍યુઆરીના રોજ નરેન્‍દ્રભાઇના હસ્‍તે વિધિ યોજાયેલ આ વર્ષે હિન્‍દુ તિથી મુજબ ૧૧ થી ૧૩ જાન્‍યુઆરીએ ભવ્‍ય મહોત્‍સવ સંપન્‍ન થયેલ


અયોધ્‍યા, તા. રર : ગયા વર્ષે ૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને ઉજવવા માટે  અયોધ્‍યા આધ્‍યાત્‍મિકતા અને આનંદના રંગમાં ડૂબી ગઈ છે. આ પ્રસંગ શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા હિંદુ કેલેન્‍ડરના આધારે ૧૧ જાન્‍યુઆરીએ ઁપ્રતિષ્ઠા દ્વાદશીઁ તરીકે ઉજવવામાં આવ્‍યો હતો.

૧૧ જાન્‍યુઆરીના રોજ પ્રતિષ્ઠા દ્વાદશી નિમિત્તે , રામ મંદિરના પૂજારીઓએ મંદિરના પરિસરની અંદર આવેલા યજ્ઞ મંડપમાં અગ્નિહોત્ર કર્યું. સમારોહમાં શ્રી રામ મંત્રના છ લાખ પાઠ અને રામ રક્ષા સ્‍તોત્ર અને હનુમાન ચાલીસાના પાઠ પણ સામેલ હતા.અન્‍ય એક કાર્યક્રમમાં આ પ્રસંગે સાંસ્‍કળતિક અને આધ્‍યાત્‍મિક ગીતો રજૂ કરવામાં આવ્‍યા હતા. શ્રી રામ રાગ સેવામાં ભગવાન રામની સ્‍તુતિમાં ભજન, રાગ અને કીર્તનનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં ગોસ્‍વામી તુલસીદાસની વિનય પત્રિકાના શ્‍લોક શ્રી રામ સ્‍તુતિ શ્‍લોકનું પઠન પણ સામેલ હતું. આ પ્રસંગે અયોધ્‍યા રામ મંદિરમાં અન્‍ય કાર્યક્રમોમાં રામચરિતમાનસના સંગીતમય પઠનનો સમાવેશ થાય છે.દિવસે રામકથા અને રામચરિતમાનસ પર પ્રવચન પણ યોજાયા હતા. નળત્‍ય અને ગીતના પ્રદર્શન સહિતના સાંસ્‍કળતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. દિવસભર ભક્‍તોમાં શ્રી રામ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્‍સવ ૧૧ જાન્‍યુઆરીથી શરૂ થયો હતો અને ૧૩ જાન્‍યુઆરીએ પૂર્ણ થયો હતો

(3:46 PM IST)