News of Wednesday, 22nd January 2025
દિલ્હીમાં સતા પર આવવાના ખ્યાલી પુલાવ પકાવી રહી છે ભાજપાઃ આતિશી

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચુંટણીનો ગરમાવો ચરમ પર છે, સત્તારૂઢ આપ ની સાથે જ ભાજપ અને કોંગ્રેસ પણ ચુંટણી જીતવા માટે મહેનત કરી રહયા છે. આપ છેલ્લા ૧૦ વર્ષોમાં દિલ્હીમાં કરાયેલ કામોના જોર પર ચુંટણી લડવાનો દાવો કરી રહી છે, તેમજ તેના દ્વારા ઘણી નવી જાહેરાતો પણ કરવામાં આવી છે.
આ ચુંટણીમાં ચોથી વાર સત્તા હાંસલ કરવા આપની રણનીતિઓ પડકારો વગેરે વિષર્યો પર મુખ્ય મંત્રીએ પત્રકાર વી.કે. શુકલા સાથે કરેલ વાતચીતના કેટલાક અંશો પ્રસ્તુત છે.
પ્રશ્નઃ આ ચુંટણીને આપ કેટલી પડકારરૂપ માને છે અને તે બાબતે શું તૈયારીઓ છે ? આતિશીઃ દરેક ચુંટણી પડકારરૂપ જ હોય છે. અમારી મુખ્ય વિરોધી પાર્ટી ભાજપ છે. તેની પાસે બધા સંસાધનો છે, તેની પાસે સીબીઆઇ,ઇડી, દિલ્હી પોલીસ અનેઇન્કમ ટેક્ષ વિભાગ છે. ચુંટણી પંચ તેની સાથે છે. તેની પાસે દરેક પ્રકારનો પાવર છે, અમારી પાસે કંઇ નથી માત્ર એ નાનકડો પક્ષ છે.
ભાજપ આ ચુંટણીમાં બહુ નાણાં વાપરી રહી છે. અમારી પાસે ટીવીમાં જાહેરાત માટેના પૈસા પણ નથી. પણ પ્રજા અમારી સાથે છે. ભાજપની આજે એવી સ્થિતી છે કે તેના મોટા નેતા એટલે સુધી કે પ્રદેશ અધ્યક્ષ પણ ચુંટણી લડવાની હિંમત નથી બતાવી રહયા. તેમની પાસે સીએમનો ચહેરો પણ નથી.
પ્રશ્નઃ ભાજપ પ્રચારકરે છે કે ચુંટણી જીતે તો પણ કેજરીવાલ મુખ્યમંત્રી નહી બની શકે કારણ કે કોર્ટનો એવો આદેશ છે. તમારૂ શું કહેવું છે.
જવાબઃ જે વ્યકિત ચુંટણી લડી શકે તે મુખ્યમંત્રી પણ બની જ શકે છે. ભાજપ ખોટી અફવાઓ ફેલાવે છે. તમને ધ્યાનમાં હશે કે કેજરીવાલ જયારે જેલમાં હતા તો તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે કોર્ટમાં ઘણી અરજીઓ થઇ હતી પણ હાઇકોર્ટે ચોખ્ખુ કહયું હતું કે એવું ન કરી શકાય. (૩૬-૧૪)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
