<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

તુર્કીના સ્‍કી રિસોર્ટમાં ભીષણ આગ, મૃતકોની સંખ્‍યા વધીને ૭૫ને પાર

પ૦ વધુ લોકો ઘાયલઃ ફાયર બ્રિગેડ અને રેસકયુ ટીમ દ્વારા ૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યા

લંડન, તા.૨૨: તુર્કીના એક સ્‍કી રિસોર્ટમાં ભયંકર આગની ઘટના બની છે. આ આગમાં ૭૬ લોકોના મોત થયા હોવાની અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા સ્‍કી રિસોર્ટમાં આગ લાગવાથી ૭૬ લોકોના મોત થયા છે અને ૫૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્‍થાનિક અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ ઘટના મોડી રાતે બની હતી. જે સ્‍કી રિસોર્ટમાં આગ લાગી તેનું નામ કર્તલકાયા સ્‍કી રિસોર્ટ છે. બોલુના ગવર્નરે જણાવ્‍યું હતું કે આગ લાગવાથી ગભરાટના કારણે કેટલાક લોકો ઇમારત પરથી કૂદી પડ્‍યા હતા, જેને કારણે તેમના મોત થયા હતા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાની મદદથી પોતાના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો. આગના સમયે રિસોર્ટમાં ૨૩૪ મહેમાનો રોકાયા હતા.

આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, રેસ્‍કયુ ટીમ અને મેડિકલ ટીમને ઘટના સ્‍થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને રેસકયુ ટીમ દ્વારા ૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યા હતા.

આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી સ્‍પષ્ટ થયું નથી. આગને કારણે આખો રિસોર્ટ ધુમાડ઼ામાં લપેટાઇ ગયો હતો. હાલમાં તો સ્‍થાનિક પોલીસે આગની ઘટનાની તપાસ શરૂ કરી છે.

કર્તલકાયા સ્‍કી રિસોર્ટ ઇસ્‍તંબુલથી લગભગ ૩૦૦ કિમી પૂર્વમાં કોરોગ્‍લુ પર્વતીય પ્રદેશમાં આવેલો છે. કર્તલકાયા તુર્કીનું જાણીતું શિયાળુ પ્રવાસન સ્‍થળ છે. સ્‍કી સિઝન દરમિયાન અહીં મોટી સંખ્‍યામાં પર્યટકો આવે છે. આ સમયે તુર્કીમાં શાળામાં રજા હોય છે, જેને કારણે અહીંની હોટેલો ભરેલી હોય છે

(3:48 PM IST)