News of Wednesday, 22nd January 2025
ટાટા મેરેથોન જીતનાર દીકરી નિરમા ઠાકોરની સિદ્ધિને બિરદાવતા સાંસદ મયંકભાઈ નાયક : વ્યક્તિગત 51000 ઇનામ જાહેર કર્યું
દીકરીની યોગ્ય તાલીમની પણ ચિંતા કરી:મયંકભાઈ નાયકે ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીને લખ્યો પત્ર: દીકરી નિરમા ઠાકોરને આધુનિક તાલીમ વ્યવસ્થા ગોઠવવા કરી ભલામણ

મુંબઈમાં ગઈ કાલે આયોજિત કરવામાં આવેલી તાતા મુંબઈ મૅરથૉનની ફુલ મૅરથૉનમાં ઇન્ડિયન એલિટ વુમન કૅટેગરીમાં ઉત્તર ગુજરાતના પાટણ પાસેના હાજીપુર ગામની ૨૮ વર્ષની નિરમા ભરત ઠાકોરે સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે આ રેસ બે કલાક ૫૦ મિનિટ અને ૬ સેકન્ડમાં પૂરી કરી હતી.
ઠાકોર સમાજની દીકરીની સિદ્ધિને બિરદાવતા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા મોટી જાહેરાત કરી છે ટાટા મેરેથોન જીતનાર દીકરી નિરમા ઠાકોર ને વ્યક્તિગત 51000 ઇનામ જાહેર કર્યા બાદ દીકરીની યોગ્ય તાલીમની પણ ચિંતા કરી છે
સાંસદ મયંકભાઈ નાયકે ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો છે દીકરી નિરમા ઠાકોરને આધુનિક તાલીમ વ્યવસ્થા ગોઠવવા ભલામણ કરી છે
સાથે સાથે દીકરીને તેની સિદ્ધિ બદલ સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહન આપવા પણ કરી ભલામણ કરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત પરિવારની નિરમાએ ૨૦૨૧થી મૅરથૉન દોડવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તેણે મુંબઈની બે સહિત સાત મૅરથૉનમાં ભાગ લીધો છે. ૨૦૨૨માં પ્રયાગરાજમાં આયોજિત ઇન્દિરા મૅરથૉનમાં પણ નિરમાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
