<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પ્રિન્‍સિપાલ અને મહિલા ટીચર શાળામાં ગંદા કામ કરતા ઝડપાયા

અશ્‍લીલ વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્‍યો : બંનેની જિંદગી બરબાદ થઈ ગઈ

ચિત્તોડગઢઃ, તા.૨૩: રાજસ્‍થાનના ચિત્તોડગઢની એક સરકારી સ્‍કૂલમાં પ્રિન્‍સિપાલ અને લેડી ટીચરનો અશ્‍લીલ વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્‍યો હતો. સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ લીક થયા બાદ પ્રિન્‍સિપાલ અને લેડી ટીચરને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા હતા. કહેવાય છે કે, સ્‍કૂલમાં આ પ્રકારની ગંદી હરકતની જાણ સ્‍કૂલના સ્‍ટાફને પહેલાથી થઈ ગઈ હતી. પણ પ્રિન્‍સિપાલના દબદબાના કારણે કોઈ કંઈ કરી શકતું નહોતું.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પ્રિન્‍સિપાલની ઓફિસમાં આ મહિલા ટીચર કલાકો સુધી ઘુસી રહેતી. જો કે, ઓફિસનો દરવાજો ખુલ્લો રહેતો હતો, તેથી કોઈ અંદર જઈ શકતું નહોતું. આ દરમિયાન સ્‍કૂલ સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રિન્‍સિપાલ અને લેડી ટીચરની ગંદી હરકતો જોઈ લીધી હતી. સ્‍કૂલેથી ઘરે જઈને વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને વાત કરી તો વાલીઓને પણ શરમ આવી.

આ અશોભનીય વર્તનને લઈને વાલીઓએ સ્‍કૂલમાં ફરિયાદ કરી તો પ્રિન્‍સિપાલે પોતાની પહોંચનો દુરુપયોગ કરીને વાલીઓને ધમકાવીને કાઢી મૂકયા. આ બાજુ ફરિયાદ કરવા માટે કોઈ પુરતા પુરાવા ન હોવાના કારણે બધા ચૂપ હતા.

આ દરમિયાન સ્‍કૂલમાં શિયાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્‍યું. બાળકોને રજા પડી ગઈ. પણ વિભાગીય કામકાજના કારણે પ્રિન્‍સિપાલ સહિત બીજા ટીચર્સ સ્‍કૂલમાં આવતા હતા. હવે લેડી ટીચર અને પ્રિન્‍સિપાલની અશોભનીય હરકતો લાંબો સમય ચાલતી. ત્‍યાર બાદ બાળકોના વાલીઓએ ફંડ એકઠું કરીને સ્‍કૂલના ટીચર્સ અને સ્‍ટાફની મદદથી પ્રિન્‍સિપાલની ઓફિસમાં હિડન કેમેરા લગાવી દીધા. આ જ કેમેરામાં પ્રિન્‍સિપાલ અને લેડી ટીચરની ગંદી હરકત કેદ થઈ ગઈ. સ્‍કૂલમાં અશ્‍લીલ હરકતનો વીડિયો સામે આવ્‍યા બાદ ગામલોકોએ પોલીસ અને શિક્ષણ વિભાગમાં પુરાવા રજૂ કર્યા. આ ફરિયાદ બાદ તપાસ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ સરકારી સ્‍કૂલમાં આવ્‍યા. ઘટના બાદ પ્રિન્‍સિપાલ અને લેડી ટીચરને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા. સમય મર્યાદામાં જવાબ ન મળતા વિભાગે પ્રિન્‍સિપાલ અરવિંદ વ્‍યાસ અને લેડી ટીચરને નોકરીમાંથી હટાવી દીધા છે.

(10:39 AM IST)