News of Thursday, 23rd January 2025
હવે ISI બાંગ્લાદેશમાં પણ ઘૂસી ગયું : મોહમ્મદ યુનુસ ચાર મહિનામાં ૩ વાર પીએમ શાહબાઝને મળ્યા
ISIનું પ્રતિનિધિમંડળ ૨૪ જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં રહેશેઃ બાંગ્લાદેશ સતત પાક. સાથે ગાઢ સંબંધો બનાવવા ઉત્સુક

નવી દિલ્હી, તા.૨૩: મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો બનાવવા માટે સતત કામ કરી રહી છે. સત્તા સંભાળ્યા પછી, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચાર મહિનામાં ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા છે. તે જ સમયે, થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ આર્મીના એક ટોચના જનરલના નેતળત્વમાં એક સંરક્ષણ પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
હવે સમાચાર આવી રહ્યા છે કે ISI ની એક ઉચ્ચ સ્તરીય ટીમ ઢાકા પહોંચી ગઈ છે. આ ટીમમાં મેજર જનરલ શાહિદ આમિર ઓફિસરનો પણ સમાવેશ થાય છે, જેઓ ચીનમાં પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારી રહી ચૂકયા છે. ત્યાં જ. આ ટીમમાં બે બ્રિગેડિયર સ્તરના અધિકારીઓ, આલમ આમિર અવાન અને મોહમ્મદ ઉસ્માન જતીફનો પણ સમાવેશ થાય છે.
અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISIAના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિક પણ બાંગ્લાદેશની મુલાકાતે ગયા છે. જોકે, તે આ ઉચ્ચ સ્તરીય ટીમનો ભાગ નથી.
ISI અધિકારીઓ ૨૧ જાન્યુઆરીએ અમીરાતની ફ્લાઇટ EK-૫૮૬ દ્વારા ઢાકા પહોંચ્યા. આ બધા અધિકારીઓ ૨૪ જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં રહેશે. માહિતી અનુસાર, ISI અધિકારીઓની આ મુલાકાત લશ્કરી અને સુરક્ષા સહયોગ સ્થાપિત કરવા માટે હોઈ શકે છે.ભારત માટે બાંગ્લાદેશ માથાનો દુખાવો વધારી રહ્યું છ.ે
શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા સતત મજબૂત બની રહી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. એક તરફ, મોહમ્મદ યુનુસની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તે જ સમયે, એવો ભય છે કે પાકિસ્તાન હવે ભારત સામે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
