News of Thursday, 23rd January 2025
બિહારના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ
ગેંગસ્ટર સોનુ-મોનુએ ૬૦ થી ૭૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું

પટણા, તા.૨૩: મોકામા તાલુકાના નૌરંગા-જલાલપુર ગામમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગ વચ્ચે ભીષણ ફાયરિંગ થયો છે. આ ફાયરિંગમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહનો આબાદ બચાવ થયો હતો. ફાયરિંગની ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ફ્લડ એએસપી રાકેશ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા છે. સોનુ-મોનુ ગેંગે ગામના એક પરિવારને બેરહેમીથી માર માર્યો હતો. તેના પરિવારના તમામ સભ્યોને ઘરની કાઢીને તાળા મારી દેવામાં આવ્યા હતા.
આ મામલાની માહિતી મળ્યા બાદ અનંત સિંહ પણ સોનુ મોનુના ઘરે ગયો હતો. અનંત સિંહને ઘરે જોઈને બન્ને ભાઈઓએ ફાયરિંગ કર્યુ હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. એએસપી રાકેશ કુમારે સોનુ-મોનુના ઘરે ફાયરિંગ થયાનું સ્વીકાર્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ શેલ પણ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગેંગસ્ટર સોનુ-મોનુએ ૬૦ થી ૭૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું . આ ફાયરિંગમાં અનંત સિંહ માંડ-માંડ બચ્યા છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે. અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ગામમાં ધામા નાખ્યા છે. અન્ય પક્ષ દ્વારા પંચમલા પોલીસ સ્ટેશનમાં ઘણા મહિનાઓથી કેસ નોંધવા અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસ સ્ટેશનના વડાએ તેની વાત સાંભળી ન હતી. આ પછી આ બધા લોકો એએસપી ઓફિસ પહોંચ્યા હતા. ASP રાકેશ કુમારે પંચમહાલા પોલીસ સ્ટેશનના વડાને ફોન કરીને કેસ નોંધવા સૂચના આપી હતી. આ પછી આ તમામ લોકો તેમની ફરિયાદ લઈને મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પાસે પહોંચ્યા હતા. આ પછી અનંત સિંહ તેમના કાફલા સાથે નૌરંગા-જલાલપુર ગામ પહોંચ્યા હતા. ત્યારબાદ સોનુ મોનુ ગેંગે તેના પર ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
