<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પહેલા માળના પાર્કિંગમાંથી કાર કાઢતી વખતે ભૂલથી રિવર્સ થઈ ગઈ અને દીવાલ તોડીને નીચે પટકાઈ

નવી દિલ્‍હી, તા.૨૩: સોશ્‍યલ મીડિયામાં ગઈ કાલે એક અપાર્ટમેન્‍ટના પહેલા માળના ર્પાકિંગમાંથી અચાનક રિવર્સમાં આવેલી કાર દીવાલ તોડીને નીચે પડતી હોવાનો ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો હતો. આ ઘટના પુણેના વિમાનનગર વિસ્‍તારના શુભા અપાર્ટમેન્‍ટની હોવાનું જણાઈ આવ્‍યું હતું. બ્‍લૅક કલરની હોન્‍ડા સિટી કારના ડ્રાઇવરે ર્પાકિંગમાં કાર ચાલુ કર્યા બાદ આગળ જવાને બદલે રિવર્સ ગિયરનો ઉપયોગ કરવાથી કાર અચાનક રિવર્સમાં દોડી હતી જે દીવાલ તોડીને નીચે પટકાઈ હતી. આ ઘટના સમયે કાર-ડ્રાઇવર ઉપરાંત પાછળની સીટમાં બે લોકો બેસેલા હતા. જોકે કાર નીચે પડ્‍યા બાદ પણ કોઈને ઈજા નહોતી થઈ. કાર પડવાનો અવાજ સાંભળીને અપાર્ટમેન્‍ટના લોકો દોડી આવ્‍યા હતા જેમણે બધાને કારમાંથી બહાર કાઢયા હોવાનું જાણવા મળ્‍યું હતું.

(11:44 AM IST)