<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રવિવારે જામકંડોરણામાં શાહી સમુહ લગ્નોત્‍સવઃ ૫૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્‍મૃતિમાં ટીમ જયેશ રાદડિયાનું આયોજનઃ કાલે રાત્રે રાસોત્‍સવ : લેઉવા પાટીદાર દીકરીઓને ફ્રીજ, ટીવી, સોફા વગેરે સહિત ૧૨૦ જેટલી વસ્‍તુઓની ભેટઃ દોઢ લાખથી વધુ લોકો માટે ભોજન વ્‍યવસ્‍થા : શાહી સમુહ લગ્નનું અકિલાને આમંત્રણ

જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય દ્વારા તા. ર૬ રવિવારે જામકંડોરણામાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે યોજાનાર લેઉવા પાટીદાર સમુહ લગ્નોત્‍સવનું આજે સંસ્‍થાના પ્રમુખ ધારાસભ્‍ય જયેશ રાદડિયાએ અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપી આયોજન વિષે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે આયોજક ટીમના ગોવિંદભાઇ રાણપરીયા, અરવિંદ તાળા, પરેશ ગજેરા, ડો. મનોજ રાદડિયા, નિલેષ પટેલ, રાજુ ઝુંઝા વગેરે ઉપસ્‍થિત છે. અત્‍યાર સુધીમાં ૯ સમુહ લગ્નમાં કુલ ૧૬૮૧ નવયુગલો સમુહ લગ્નમાં લગ્નગ્રંથીથી જોડાયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨૩: કન્‍યા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કદાવર ખેડુત નેતા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્‍મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્‍યશ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા તા. ૨૬ જાન્‍યુઆરીએ ૫૧૧ દિકરીઓના ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવ ‘પ્રેમનું પાનેતર'નું વિશાળ આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્‍યસ્‍મળતિમાં યોજાનાર આ ૯માં શાહી સમુહ લગ્નોત્‍સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્‍યાતિભવ્‍ય સેટ ઉભો કરવામાં આપ્‍યો છે. ૫૧૧ લગ્ન મંડપો, તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્‍ટેજ પ્રોગ્રામ માટે ૭૫ વિધા જમીનમાં તેમજ ર્પાકિંગ, જમણવાર સહિતની વ્‍યવસ્‍થા માટે ૧૨૫ વિદ્યા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.

અકિલા કાર્યાલયની મુલાકાત પ્રસંગે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, આ ભવ્‍ય સમુહલગ્નોત્‍સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના ૫૧૧ દિકરા-દિકરીઓને ગળહસ્‍થ જીવનમાં પ્રસ્‍થાન કરવાનું અમને સૌભાગ્‍ય પ્રાપ્ત થયું છે. મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની ૪૨ સંસ્‍થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે.

ભવ્‍ય પાટીદાર સમુહ લગ્નોત્‍સવ જામકડારણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. જામકંડોરણાની બજારમાં ૫૧૧ જાનના સામૈયા એક અવિસ્‍મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્‍ટેજ કાર સુધીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જયેશભાઈ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, આ સમુહ લગ્નોત્‍સવમાં લગ્નગ્રંથીથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્‍યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્‍યું છે. તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્‍યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે ૮૦,૦૦૦ કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડી જમણવાર અને ર્પાકિંગ તથા ટ્રાફિક સહિતની વ્‍યવસ્‍થા માટે જામકંડોરણા તાલુકાના જ ૧૦,૦૦૦ સ્‍વયંસેવકો છેલ્લા ૧૫ દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. સાંજે પ વાગ્‍યે હસ્‍તમેળાપ, ૬ વાગ્‍યે ભોજન સમારંભ રાખેલ છે.

દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્‍યો છે અને તેના કારણે દરેક દિકરીને અંદાજે રૂા. ૩ લાખની કિંમતની ૧૨૦ ચીજવસ્‍તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે. સાથો સાથ દરેક દિકરીને શ્રીમદ ભગવદ્‌ ગીતા પણ ભેટ ધરવામાં આવશે. કરિયાવરમાં ઘરગળહસ્‍થિનું તમામ ફર્નિચર-રાચરચીલું આપવામાં આવનાર છે. વ્‍યવસ્‍થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્‍તુઓ લગ્નોત્‍સવ પહેલા જ જે તે કન્‍યાના સાસરિયામાં પહોંચાડવાની વ્‍યવસ્‍થા પણ જામ કંડોરણા છાત્રાલય દ્વારા કરવામાં આવી છે. દિકરીઓને ફ્રીઝ, ટીવી, બેડ, સોફા-સેટ, કબાટ, ટિપોઈ, ગાદલા, ઓસીકા, સોનાના દાણા, મંગળસુત્ર, રજવાડી ચેઈન વીથ પેન્‍ડલસેટ, ચાંદીનો તુલસીનો કયારો, સાંકળા, કંદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિક્‍સર, બ્‍લેન્‍ડર ટોસ્‍ટર સહિતની જીવનજરૂરી ચીજવસ્‍તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચુડી, સાફા, સાલ, માળા, મોજડી તથા કન્‍યાના પાનેતર, સલવાર સુટ, ડિઝાઈનર સાડીઓ, કપલ રિસ્‍ટવોચ વિગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે.જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે લેઉવા પટેલ સમાજની ૫૧૧ દિકરીના ભવ્‍ય લગ્નોત્‍સવને સફળ બનાવવા મુખ્‍ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 શાહી સમુહ લગ્નોત્‍સવના આયોજક ધારાસભ્‍યશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, ‘પ્રેમનું પાનેતર' લગ્નોત્‍સવ સમારોહના મુખ્‍ય દાતા મુળ જામકંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા શ્રી પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લભભાઈ ગજેરા છે. જ્‍યારે અધ્‍યક્ષ સ્‍થાને કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા શ્રી સી. આર. પાટીલ ઉપસ્‍થિત રહેશે જ્‍યારે ઉદ્ધાટક તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા, સ્‍વર્ગસ્‍થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતાશ્રી હંસરાજભાઈ રાદડિયા, કેબીનેટ મંતીશ્રી રાઘવજીભાઇ પટેલ, જેતપુરના ઉદ્યોગપતિશ્રી રાજુભાઇ હિરપરા તેમજ સુરતના ભકિતગ્રુપના શ્રી રમેશભાઇ ગજેરા અને સોમનાથ ઇન્‍ફ્રા.ના શ્રી પરસોતમભાઇ ગજેરા ઉપસ્‍થિત રહેશે.

આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતભરમાંથી રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિકરીઓને આશિર્વાદ આપવા જામકડોરણાના આંગણે ઉપસ્‍થિત રહેનાર છે.

આ ઐતિહાસિક સમુહલગ્નોત્‍સવને સફળ બનાવવા માટે સંસ્‍થાના પ્રમુખશ્રી જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠલભાઈ બૌદર, માનદ મંત્રી નિલેષભાઈ બાલધા, બાંધકામ સમિતિના ચેરમેન-કન્‍યા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્‍ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ તાળા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જસમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, વીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લભભાઈ કોટડિયા ઉપર ૧ નાથાભાઈ રૈયાણી, પીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ તાળા, લાલજીભાઈ ડોબરિયા, પીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસિયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલપા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ ૫ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

 લાડકડીના લગ્નોત્‍સવ પહેલા એટલે કે તા.૨૪ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૮ વાગ્‍યે ગીતાબેન રબારી તથા તેના ગ્રુપ દ્વારા ભવ્‍ય રાસોત્‍સવનું લગ્નસ્‍થળે આયોજન કરાયું છે. જેનો લાભ લેવા આયોજકગણે અનુરોધ કર્યો છે

(11:45 AM IST)