<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ગુજરાતનું મણિયારો રાસ-નળત્‍ય ત્રીજા સ્‍થાને

૨૬ જાન્‍યુઆરીએ દિલ્‍હીમાં ગુજરાત સરકાર આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના સંગમની થીમ પર ટૅબ્‍લો રજૂ કરશે

નવી દિલ્‍હી, તા.૨૩: દેશના પાટનગર દિલ્‍હીમાં યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમની સ્‍પર્ધામાં ગુજરાતના કલાકારો ઝળકયા હતા અને ગુજરાતનું વિખ્‍યાત મણિયારો રાસ-નળત્‍યને ત્રીજું સ્‍થાન મળ્‍યું હતું. બીજી તરફ ૨૬ જાન્‍યુઆરીએ દિલ્‍હીમાં ગુજરાત સરકાર આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના સંગમની થીમ પર ટૅબ્‍લો રજૂ કરશે. 

દિલ્‍હીમાં ૨૬ જાન્‍યુઆરીએ દેશનાં વિવિધ રાજ્‍યો દ્વારા થીમ આધારિત તેમના ટૅબ્‍લો રજૂ કરાશે. આ ટૅબ્‍લોમાં રજૂ થનારા સાંસ્‍કળતિક કાર્યક્રમોની સ્‍પર્ધા ૨૧ જાન્‍યુઆરીએ દિલ્‍હીમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત ટૅબ્‍લો સાથે આવેલા કલાકારો દ્વારા ગુજરાતમાં પ્રચલિત મણિયારો રાસ-નળત્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું. આ સાંસ્‍કળતિક પર્ફોર્મન્‍સ ત્રીજા ક્રમે વિજેતા બન્‍યો હતો. પ્રથમ ક્રમે ગોવા અને બીજા ક્રમે ઉત્તરાખંડ વિજેતા બન્‍યા હતા, જ્‍યારે પશ્‍ચિમ બંગાળને પ્રોત્‍સાહક ઇનામ મળ્‍યું હતું.

૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ‘સ્‍વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ' શીર્ષક અંતર્ગત ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્‌ભુત સંગમની થીમ આધારિત ટૅબ્‍લો રજૂ કરાશે. આ ટૅબ્‍લોમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને ૨૧મી સદીના સ્‍ટૅચ્‍યુ ઑફ યુનિટીના રાજ્‍યના સાંસ્‍કળતિક વારસાની સાથે સંરક્ષણ, ટેક્રૉલૉજી, ઑટોમોબાઇલ અને મૅન્‍યુફૅક્‍ચરિંગ ક્ષેત્રે ગુજરાતની આત્‍મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્‍પોનું અસરકારક નિર્દેશન કરવામાં આવ્‍યું છે

(11:49 AM IST)