તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 23rd January 2025
ઈઝરાયલે ગાઝાને કબ્રસ્તાન બનાવ્યું, બે દિવસમાં ૨૦૦ લાશો નીકળી
કાટમાળની સફાઈમાં ૨૧ વર્ષ લાગશે?

ગાઝા, તા.૨૩: ઈઝરાયલ અને હમાસની વચ્ચે ૧૫ મહિનાથી ચાલું યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કુલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા સ્મશાનનો ઢગલો બની ચૂકયું છે. આ યુદ્ધમાં ૪૭ હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઈઝરાયલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યાં છે. સ્ટેટ મીડિયાએ એક નિવેદનમાં કહ્યું કે કાટમાળથી બે દિવસમાં ૨૦૦ મળતદેહો કાઢવામાં આવી ચૂકયા છે. સંયુક્ત રાષ્ટ્રએ નુકસાનનું આકલન કરતાં કહ્યું કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને ૨૧ વર્ષ લાગી જશે.
આ દરમિયાન હજુ પણ ઈઝરાયલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોર. છેલ્લા બે દિવસમાં અહીં ઓપરેશનમાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. એ સ્પષ્ટ નથી થઈ શકયું કે મળતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે ૧૦ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં.
બે દિવસમાં કાળમાળથી નીકળ્યા ૨૦૦ મળતદેહ, હમાસ અને ઈઝરાયલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધવિરામ બાદ નાગરિક સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ ૨૦૦ મળતદેહ જપ્ત કર્યાં છે. ગાઝાના શિક્ષણ મંત્રાલય યુદ્ધમાં લગભગ ૧૫૦૦૦ સ્કુલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર ૮૦૦ લોકો માર્યા ગયા. મંત્રાલય અનુસાર ઈઝરાયલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં ૯૫ ટકા શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા ૮૫ ટકા બંધ થઈ ગઈ.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ખુલાસો, આ મહિને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક નુકસાન આકારણી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયલના બોમ્બ બ્લાસ્ટ બાદ બાકીના ૫૦ મિલિયન ટનથી વધુ કાટમાળને સાફ કરવામાં ૨૧ વર્ષનો સમય લાગી શકે છે અને તેનો ખર્ચ ઼ ૧.૨ અબજ સુધી થઈ શકે છે. (રર.૧૩)
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
