તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ખેલો ઈન્ડિયા વિંટર ગેમ્સ ૨૦૨૫ ખુલ્લી મુકાઇ

નવી દિલ્હી, તા. ર૩ : ખેલો ઇન્ડિયા સિઝનની શરૂઆત થઇ ચુકી છે. મનસુખભાઇ માંડવીયાના હસ્તે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ૨૦૨૫ લદ્દાખમાં ખુલ્લી મુકાઇ છે જેમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ એમ બે ઇવેન્ટમાં પાંચ દિવસ સુધી સ્પર્ધામાં ઉતરશે. આ કેઆઇડબલ્યુજી ૨૦૨૫નો પ્રથમ ભાગ હશે. બીજા ભાગમાં સ્કીઈંગ જેવી તાો ગેમ્સનો સમાવેશ થાય છે, જેનું આયોજન ૨૨થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર કરશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયા એ આજે લેહમાં આઇકોનિક નવાંગ દોરજય સ્ટોબદાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉદ્ધાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.માંડવિયાની સાથે યુટી લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર ડો.બી.ડી.મિશ્રા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતાં.
કુલ ૫૯૪ સહભાગીઓને આવકારવા માટે પરંપરાગત, લાધાકી શૈલીનાં ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૪૨૮ રમતવીરો હશે. આ બીજી વખત હશે જ્યારે લદ્દાખ તેની પાંચમી આવળત્તિમાં વિન્ટર ગેમ્સની યજમાની કરશે. એનડીએસ અને ગુપુક્સ પોન્ડમાં કેટલાક યુવા સ્કેટર્સ એક્શનમાં જોવા મળશે, આ બે સ્થળો છે જ્યાં ટૂંકા અને લાંબા સ્વરૂપનાં સ્કેટિંગનું આયોજન કરવામાં આવશે.
આઈસ હોકીની મેચો એનડીએસ અને લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટરમાં રમાશે. ઇવેન્ટ્સનાં તકનીકી સંચાલનની દેખરેખ રાષ્ટ્રીય રમત સંઘોની સહાયથી એસએઆઈ દ્વારા કરવામાં આવશે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
