News of Thursday, 23rd January 2025
મહાકુંભ ૨૦૨૫: સંસ્કળતિ અને પ્રૌદ્યોગિકી સંગમ

ગંગા, જેને ભારતીય ઉપમહાદ્વીપની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ નદી માનવામાં આવે છે. ના કેવળ ભારત ની સાંસ્કળતિક અને ધાર્મિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ તે સમગ્ર ભારતીય સમાજના જીવનનો એક અભિન્ન ભાગ પણ છે.
મહાકુંભ એક એવો પ્રસંગ છે જ્યારે લાખો યાત્રાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર આશીર્વાદ મેળવવા માટે પ્રયાગ આવે છે. આ આયોજન માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભારતીય સમાજની વિવિધતા અને એકતાનું પણ પ્રતીક છે. દર ૧૨ વર્ષે યોજાતો મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જેમાં આ વર્ષે લગભગ ૩૦ કરોડ શ્રધ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
આ વિશાળ આયોજન માં શ્રદ્ધાળુઓની અવરજવર સરળ અને સુવિધાજનક સુનિヘતિ કરવા માટે ભારતીય રેલવે છેલ્લા ત્રણ વર્ષથી અથાક મહેનત કરી રહી છે. પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે કુંભ વિસ્તારના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં ગંગા પર એક નવા પુલનું નિર્માણ પણ સામેલ છે.
ઉપરાંત, ભારતીય રેલવે એ મુસાફરીને આરામદાયક અને સલામત બનાવવા માટે ઘણા નવા પગલાં લીધાં છે -
ભારતીય રેલવે ની ડિજિટલ પહેલ
રેલ મુસાફરીને સુધારવા માટે, ભારતીય રેલવે એ કુંભ રેલ સેવા વેબસાઇટ અને એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ પ્લેટફોર્મ તીર્થ યાત્રાળુઓને ટ્રેનનું સમયપત્રક, ટિકિટની ઉપલબ્ધતા, સ્ટેશન સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આની મદદથી, શ્રધ્ધાળુ તેમની યાત્રાનું આયોજન કરી શકે છે, ટિકિટ બુક કરી શકે છે અને મુસાફરી સંબંધિત બધી માહિતી એક જ જગ્યાએથી મેળવી શકે છે.
દેશની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને, સ્ટેશનો પર ૧૨ મુખ્ય ભારતીય ભાષાઓમાં જાહેરાતો કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે સુવિધા પુસ્તિકા ૨૨ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર હિન્દી, અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ માહિતી પૂરી પાડે છે. ભારતીય રેલવે ના આ પ્રયાસથી દરેક યાત્રાળુને માહિતી મેળવવાનું સરળ બની રહ્યું છે, પછી ભલે તે કોઈપણ ભારતીય રાજ્યનો હોય કે વિદેશી.
ભારતીય રેલવે એ મુસાફરીને વધુ સરળ બનાવવા માટે, લગભગ ૨,૦૦૦ સ્ટેશનો પર એક સંકલિત ડિજિટલ ડિસ્પ્લે નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે મુસાફરોને રીઅલ-ટાઇમ અપડેટ્સ આપે છે. આ ડિસ્પ્લે દ્વારા સ્ટેશન વિશેની બધી જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે. વધુમાં, મુખ્ય ટર્મિનલ્સ પર ર્ંટચ-સ્ક્રીન કિઓર્સ્કં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ટિકિટ કાઉન્ટર અને માહિતી કેન્દ્રો બંને તરીકે કાર્ય કરે છે. આનાથી માત્ર લાંબી કતારોની સમસ્યા જ દૂર થતી નથી પણ મુસાફરોને સ્ટેશન પર કાર્યક્ષમ રીતે નેવિગેટ કરવામાં પણ મદદ મળે છે.
વધુમાં, ભારતીય રેલવે એ ર્ંબારકોડ-આધારિત અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTSર્)ં લાગુ કરી છે, જેનાથી ટિકિટ ખરીદી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. સ્ટેશન પર રેલવે કર્મચારીઓ QR કોડથી સજ્જ લીલા જેકેટ પહેરીને હાજર હોય છે, જેને સ્કેન કરીને મુસાફરો મોબાઇલ UTS એપ ડાઉનલોડ કરી શકે છે.
વોર રૂમઃ મહાકુંભનું
નિરીક્ષણ અને સુરક્ષા
મહાકુંભ ૨૦૨૫ માં આટલી મોટી ભીડના આગમનને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે અને સંબંધિત વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજમાં સ્થિત ર્ંમહાકુંભ વોર રૂર્મં આ કાર્યક્રમનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર બન્યું છે, જ્યાં 24×7 દેખરેખ રાખવામાં આવી રહી છે. વોર રૂમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેનો ના સંચાલન, જાહેર ટ્રાફિક અને તીર્થ યાત્રાળુઓની અવરજવર પર કડક નજર રાખવામાં આવે છે.
સુરક્ષા ના હેતુઓ માટે, એક હજારથી વધુ ર્ંસર્વેલન્સ કેમેર્રાં, જેમાંના કેટલાકમાં ચહેરાની ઓળખ પ્રણાલીનો પણ સમાવેશ થાય છે, તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રાજ્ય પોલીસના ૨૩,૦૦૦ થી વધુ કર્મચારીઓને આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સુનિヘતિ કરવા માટે અને તૈનાત કરવામાં આવ્યા છે.
નવીનતા અને સાંસ્કળતિક સંકલન
મહાકુંભ ૨૦૨૫ ફક્ત ધાર્મિક અને સાંસ્કળતિક વારસાનું પ્રતીક જ નહીં પરંતુ તે ભારતની ટેકનોલોજીકલ અને ડિજિટલ પ્રગતિને પણ પ્રકાશિત કરશે. આ આયોજન દર્શાવે છે કે કેવી રીતે જૂની પરંપરાઓ ની સાથે નવીનતમ ટેકનોલોજી નો વધુ સારો અને સુરક્ષિત અનુભવ બનાવી શકે છે. ભારતીયરેલવે ની આ પહેલો યાત્રાળુઓ માટે મુસાફરીને સરળ બનાવે છે એટલું જ નહીં પરંતુ તેઓ ભારતીય સમાજના સમળદ્ધ સાંસ્કળતિક વારસા અને નવીનતા વચ્ચે સંતુલન જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કરે છે. (૪.૨૯)
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
