<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રશીયન જાસૂસી જહાજ યુકેની જળસીમામાં ઘૂસતા ખળખળાટ

તમે શું કરી રહ્યા છો તે અમને ખબર છે.યુકેના સંરક્ષણ સચિવને પુતિનને ચેતવણી

લંડનઃ બ્રિટિશ સંરક્ષણ સચિવ જહોને  હેલીએ સંસદને જણાવ્યું હતું કે યુકેની જળસીમામાંથી પસાર થતા રશીયન જાસૂસી જહાજ પર રોયલ નેવી નજર રાખી રહી છે. રશીયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને ચેતવણી આપતા તેમણે કહ્યું,'' તમે શું કરી રહ્યા છો તે અમને ખબર છે.''

હેલીએ જણાવ્યું હતું કે આ જહાજનો ઉપયોગ '' ગુપ્ત માહિતી એકત્ર કરવા અને યુકેની જળસીમાની અંદરના મહત્વપૂર્ણ માળખાના મેપિંગ માટે કરવામાં આવી રહ્યો છે.

(4:32 PM IST)