<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અમેરિકાની બર્થરાઈટ સિટીઝનશિપ પોલિસી શું છે ? જેને ટ્રમ્પે ખતમ કરી તેની ભારતીયો પર જાણો શું થશે અસર

જન્મસિદ્ધ નાગરિકતાનો અંત કરવાનો ટ્રમ્પનો કાર્યકારી આદેશ :જન્મસિદ્ધ નાગરિકતા એટલે શું?

નવી દિલ્હી :ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યાં ત્યારબાદ એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં હતાા, જેનો ઉદ્દેશ જન્મસિદ્ધ નાગરિકતાનો અંત કરવાનો છે. આ નીતિ અમેરિકામાં 150થી વધારે સમયથી લાગૂ છે. આ નિર્ણય અમેરિકી ઈમિગ્રેશન પોલિસીમાં એક પરિવર્તનને દર્શાવે છે અને તેની અસર અમેરિકામાં જન્મ લેતા લાખો બાળકો માટે મહત્વનો પ્રભાવ છે.

અમેરિકાના બંધારણના 14માં સુધારાના આધારે જન્મસિદ્ધ નાગરિકતા એ ગેરન્ટી આપે છે કે અમેરિકાની ધરતી પર જન્મેલ કોઈપણ વ્યક્તિને માતા-પિતાની નાગરિકતા અથવા ઈમિગ્રેશન સ્થિતિની પરવાહ કર્યાં વગર આપોઆપ જ અમેરિકાની નાગરિકતા મળી જાય છે.

આ સુધારો વર્ષ 1868માં કરવામાં આવ્યો હતો અને તેને અમેરિકામાં જન્મેલા તમામ વ્યક્તિઓને નાગરિકતા પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ હતી.

આ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાની સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિન-નાગરિક માતાપિતાથી અમેરિકામાં જન્મેલા બાળકોની આપોઆપ નાગરિકતાનો અંત કરવા માટે અધિકારીક રીતે એક મહત્વનું પગલું છે. તેમના કાર્યકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા એક માતા-પિતાએ અમેરિકી નાગરિક, કાનૂની સ્થાયી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક) અથવા અમેરિકી સેનાનો સભ્ય હોવા જોઈએ.

જન્મસિદ્ધ નાગરિકતાનો અંત લાવવાના ટ્રમ્પના પ્રયાસને ગેરકાયદેસર ઈમિગ્રેશનને ઓછું કરવા અને જન્મ પર્યટન પર અંકુશ લગાવવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે.

ભારતીય- અમેરિકી સમુદાય કે જે અમેરિકામાં સૌથી ઝડપથી વધી રહેલા અપ્રવાસી વસ્તી પૈકી એક છે,તેઓ આ ફેરફારથી ઘણા અસર પામશે. અમેરિકાની વસ્તી ગણતરી પ્રમાણે અમેરિકામાં 4.8 મિલિયનથી વધારે ભારતીય અમેરિકી વસવાટ કરે છે. આ પૈકી લાખો જન્મસિદ્ધ અધિકારના આધારે અમેરિકાની નાગરિકતા ધરાવે છે. હવે આ નીતિ બદલાવાથી અસર થશે

(6:43 PM IST)